JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ગાવસ્કરની ભારત-પાકિસ્તાન વન-ડે પ્લેઇંગ-11માંથી વિરાટ-રોહિત બાકાત

Oct 28, 2026 | 12:50 | By JAMNAGAR MIRROR
ગાવસ્કરની ભારત-પાકિસ્તાન વન-ડે પ્લેઇંગ-11માંથી વિરાટ-રોહિત બાકાત
ભારત અને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓની મિશ્રિત પ્લેઇંગ-11 જાહેર કરી છે સુનીલ ગાવસ્કરે. સોની ટેન ચેનલના શોમાં રમીજ રાજા સાથે ચર્ચા દરમિયાન તેમણે આ ટીમ બનાવી છે. આ આશ્ચર્યજનક ટીમમાંથી વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જેવા મોટા નામ બહાર રહ્યા છે.

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો જ્યારે પણ મેદાન પર આમને-સામને હોય છે, ત્યારે લોકો પોતાના તમામ કામકાજ છોડીને ઉત્સાહથી મેચ જોવા બેસી જાય છે. જો ભારત અને પાકિસ્તાનના આ દિગ્ગજ ખેલાડીઓ ક્યારેક એકસાથે મળીને રમે તો તેમની પ્લેઇંગ-11 કેવી બને? આ સવાલનો રસપ્રદ જવાબ આપતા ભારતીય ટીમના પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીજ રાજા સાથે સોની ટેન ચેનલના શો પિટ સ્ટોપમાં એક મજબૂત અને રોચક પ્લેઇંગ-11 પસંદ કરી છે. સુનીલ ગાવસ્કરે પોતાની આ ખાસ ટીમમાં બંને દેશોના એકથી એક ચડિયાતા ખેલાડીઓને સ્થાન આપ્યું છે, જેમાં સચિન તેંડુલકરથી લઈને વસીમ અકરમ સુધીના દિગ્ગજો સામેલ છે.

આ પસંદગીમાં સૌથી મોટું આશ્ચર્ય એ રહ્યું કે સુનીલ ગાવસ્કરે ખુદને આ પ્લેઇંગ-11થી દૂર રાખ્યા છે અને સાથે જ વર્તમાન જમાનાના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા તેમજ વિરાટ કોહલીને પણ બહાર રાખ્યા છે. એટલું જ નહીં, આ લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની, શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તર જેવા મોટા અને લોકપ્રિય ખેલાડીઓને પણ સ્થાન મળ્યું નથી.

સુનીલ ગાવસ્કર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ આખી પ્લેઇંગ-11માં વીરેન્દ્ર સેહવાગ, હનીફ મોહમ્મદ, ઝહીર અબ્બાસ, સચિન તેંડુલકર, ગુડપ્પા વિશ્વનાથ, કપિલ દેવ, ઇમરાન ખાન, સૈયદ કિરમાણી, વસીમ અકરમ, અબ્દુલ કાદિર અને ભગવત ચંદ્રશેખર જેવા ખેલાડીઓની શાનદાર પસંદગી કરવામાં આવી છે. ક્રિકેટ જગતના આ બંને દેશોના ઇતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓને એકસાથે એક જ ટીમમાં જોવા એ ક્રિકેટ રસિકો માટે હંમેશાં એક અદભુત અને ચર્ચાનો વિષય બની રહે છે.

LATEST ARTICLES