JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

જાપાનમાં ગ્લોબલ વોર્મિંગની અસર: સમુદ્રનું તાપમાન વધતા ઉત્તર તરફ ખસી રહી છે માછલીઓની પ્રજાતિઓ

Oct 28, 2026 | 11:25 | By JAMNAGAR MIRROR
જાપાનમાં ગ્લોબલ વોર્મિંગની અસર: સમુદ્રનું તાપમાન વધતા ઉત્તર તરફ ખસી રહી છે માછલીઓની પ્રજાતિઓ
જાપાનમાં કરવામાં આવેલા એક મોટા ડીએનએ સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મહાસાગરોના વધતા તાપમાનને કારણે ૧૨૬ જેટલી માછલીઓની પ્રજાતિઓ તેમના સામાન્ય વિસ્તારથી વધુ ઉત્તર તરફ જોવા મળી રહી છે. આ ફેરફારથી દરિયાઈ ઇકોસિસ્ટમ અને ફિશિંગ ઇન્ડસ્ટ્રી પર મોટી અસર પડી રહી છે.

જાપાનના દરિયાકાંઠાના પાણીમાં થઈ રહેલા ફેરફારો હવે વૈજ્ઞાનિકો માટે ચિંતા અને સંશોધનોનો મોટો વિષય બન્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જને કારણે સમુદ્રનું તાપમાન સતત વધી રહ્યું છે, જેના પરિણામે માછલીઓ ઠંડા પાણીની શોધમાં ઉત્તર તરફ સ્થળાંતર કરી રહી છે. ઓકીનાવા ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલા એક વ્યાપક રિસર્ચમાં સામે આવ્યું છે કે દરિયાના પાણીના સેમ્પલમાંથી મળેલી જિનેટિક માહિતીના આધારે માછલીઓની પ્રજાતિઓમાં આ મોટો બદલાવ જોવા મળ્યો છે.

આ અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ 2017 થી 2024 વચ્ચે જાપાનના 316 અલગ-અલગ સ્થળોએથી 2,672 દરિયાઈ પાણીના સેમ્પલ એકત્રિત કર્યા હતા. આ રિસર્ચનું નેતૃત્વ કરનાર આય્સે હારુકા ઓશિમા અચિકબાસ અને તેમની ટીમે એન્વાયર્નમેન્ટલ ડીએનએ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિમાં માછલીઓ દ્વારા પાણીમાં છોડવામાં આવતી ત્વચા, ભીંગડા અને અન્ય બાયોલોજિકલ તત્વોના આધારે ડીએનએ ટ્રેસ કરીને પ્રજાતિઓની ઓળખ કરવામાં આવે છે. 26 ઓક્ટોબર 2026ના રોજ ડાયવર્સિટી એન્ડ ડિસ્ટ્રિબ્યુશન જર્નલમાં પ્રકાશીત થયેલા આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે 126 જેટલી માછલીઓની પ્રજાતિઓ અગાઉ નોંધાયેલા વિસ્તારો કરતાં વધુ ઉત્તર દિશામાં મળી આવી છે.

આ ફેરફારો માત્ર સાયન્સ પૂરતા મર્યાદિત નથી, પરંતુ જાપાનના સ્થાનિક અર્થતંત્ર અને ફૂડ કલ્ચર પર પણ તેની મોટી અસર પડી રહી છે. જાપાનના માછીમારોએ નોંધ્યું છે કે દાયકાઓથી પડાતી માછલીઓની આવકમાં ફેરફાર થયો છે અને હવે અજાણી પ્રજાતિઓ પણ જાળમાં ફસાઈ રહી છે, જેના કારણે સ્થાનિક બિઝનેસમેનોએ પોતાની ટેકનિક બદલવી પડી રહી છે. આ સૂચિમાં જાપાનીઝ સ્કેડ અને બ્લેકટીપ ગ્રૂપર જેવી કમર્શિયલ રીતે મહત્વની માછલીઓ પણ સામેલ છે. સાથે જ, બ્લેક રેબિટફિશ જેવી પ્રજાતિઓ દરિયાઈ સીવીડના જંગલોને નુકસાન પહોંચાડી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ડેટાબેઝ ભવિષ્યમાં દરિયાઈ પર્યાવરણને બચાવવા અને નવી રણનીતિ ઘડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

LATEST ARTICLES