JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

મિલ્કી મિસ્ટ કંપનીનો કમાલ, Q2માં નેટ પ્રોફિટ વધીને લગભગ 3 ગણો થઈને 78 કરોડ પર પહોંચ્યો

Oct 29, 2026 | 20:15 | By JAMNAGAR MIRROR
મિલ્કી મિસ્ટ કંપનીનો કમાલ, Q2માં નેટ પ્રોફિટ વધીને લગભગ 3 ગણો થઈને 78 કરોડ પર પહોંચ્યો
જાણીતી ડેરી કંપની મિલ્કી મિસ્ટ ફૂડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વધીને 77.94 કરોડ થયો છે, જ્યારે રેવેન્યુ પણ રેકોર્ડ સ્તરે પહોંચી છે.

ડેરી સેક્ટરમાં મોટું નામ ધરાવતી મિલ્કી મિસ્ટ ડેરી ફૂડે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જબરદસ્ત કમાણી કરીને બજારમાં ધમાકો કર્યો છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ લગભગ 3 ગણો ઉછળીને 77.94 કરોડ પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં માત્ર 28.39 કરોડ હતો. મજબૂત રેવેન્યુ ગ્રોથ, પ્રોફિટ માર્જિનમાં સુધારો અને ઓછા ઇન્ટરેસ્ટ કોસ્ટને કારણે કંપનીની કમાણીમાં આ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને પ્રોટીન યુક્ત પ્રોડક્ટ્સ અને વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સના વેચાણમાં થયેલા શાનદાર વધારાને કારણે કંપનીએ આ સફળતા હાંસલ કરી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, ઓપરેશનમાંથી મળતી રેવેન્યુ 41.6% વધીને 1,089.4 કરોડ થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 769.47 કરોડ હતી. કંપનીના ઈતિહાસમાં આ સૌથી વધુ ત્રિમાસિક રેવેન્યુ છે. આ ઉપરાંત, EBITDA પણ 53.9% વધીને 165.21 કરોડ થયો છે અને EBITDA માર્જિન વધીને 15.17% થઈ ગયું છે. નાણાકીય વર્ષ 27 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની વાત કરીએ તો, નેટ પ્રોફિટ 308.4% વધીને 142.62 કરોડ થયો છે અને કુલ રેવેન્યુ 42.5% વધીને 2,062.85 કરોડ પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં યોગર્ટનું વેચાણ સૌથી ઝડપથી આગળ વધ્યું છે, જ્યારે કંપનીએ સ્કાયર, ગ્રીક યોગર્ટ અને હાઈ-પ્રોટીન પનીર ક્યુબ્સ જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરીને પોતાના પ્રોટીન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો છે.

કંપનીના હોલટાઇમ ડાયરેક્ટર અને CEO કે રત્નમે જણાવ્યું હતું કે એગ્રીકલ્ચરલ સેક્ટરમાં મોંઘવારી, અલ નીનોની અસર અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ અમે શાનદાર રેવેન્યુ ગ્રોથ અને પ્રોફિટિલિટી હાંસલ કરી છે. આગામી સમયમાં કંપની પોતાના વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોને વધુ મોટો બનાવવાની, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક વિસ્તારવાની અને કેપેસિટી યુટિલાઇઝેશન સુધારવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની મિલ્ક પ્રોક્યોરમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટ એક્સપૅન્શનમાં મોટા ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે જેથી પ્રોફિટેબલ ગ્રોથને જાળવી રાખી શકાય.

LATEST ARTICLES