JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

ઉંમર તો ફક્ત એક આંકડો છે, 82 વર્ષના હરિયાણાના દાદી બાઈક અને ટ્રેક્ટર ચલાવીને બની ગયા ઈન્ટરનેટ સેન્શેશન

Oct 28, 2026 | 11:25 | By JAMNAGAR MIRROR
ઉંમર તો ફક્ત એક આંકડો છે, 82 વર્ષના હરિયાણાના દાદી બાઈક અને ટ્રેક્ટર ચલાવીને બની ગયા ઈન્ટરનેટ સેન્શેશન
હરિયાણાના રોહતક જિલ્લાના સુદાના ગામના 82 વર્ષના સુખ્મા દાદીએ સાબિત કરી દીધું છે કે શીખવાની કે મોજમસ્તી કરવાની કોઈ ઉંમર નથી હોતી. પૌત્રની એક મજાકથી શરૂ થયેલી સફરમાં તેમણે 74 વર્ષની ઉંમરે બાઈક ચલાવતા શીખી લીધું હતું અને હવે તેઓ બિન્દાસ્તપણે ટ્રેક્ટર પણ હંકારી રહ્યા છે.

હરિયાણાના રોહતક જિલ્લામાં આવેલું સુદાના ગામ આજે એક અનોખી દાદીના કારણે ચર્ચામાં છે. સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામ કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ 82 વર્ષના સુખ્મા દાદીએ આખી દુનિયા સામે એક નવો જ દાખલો બેસાડ્યો છે. જ્યારે તેમની ઉંમરના લોકો ઘરમાં બેસીને સમય વિતાવતા હોય છે, ત્યારે આ ઉર્જાવાન દાદી બાઈક અને ટ્રેક્ટર જેવા હેવી વાહનો ચલાવીને સૌને ચોંકાવી રહ્યા છે. તેમની આ અનોખી જીવનશૈલી આજે સોશિયલ મીડિયા પર લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે અને તેમને સોશિયલ મીડિયા પર કૂલટેસ્ટ દાદીનું બિરુદ મળી રહ્યું છે.

આ અદ્ભુત સફરની શરૂઆત આજથી 8 વર્ષ પહેલાં એટલે કે જ્યારે તેઓ 74 વર્ષના હતા ત્યારે થઈ હતી. તેનો પૌત્ર મોટરસાઇકલ ચલાવતા શીખી રહ્યો હતો ત્યારે તેણે મજાકમાં દાદીને કહ્યું કે, "દાદી આપ ભી બાઈક ચલાના શીખ લો." પૌત્રની આ વાતને દાદીએ કોઈ મજાક તરીકે ઉડાવી દેવાને બદલે ગંભીરતાથી લીધી અને બાઈક ચલાવવાનું શીખવાનું નક્કી કર્યું. પૌત્ર સાથે રહીને તેમણે બાઈકનું બેલેન્સ રાખવું, એક્સિલરેટર અને બ્રેક પર કાબૂ મેળવતા શીખી લીધું અને ધીમે ધીમે જાતે જ બાઈક ચલાવવાનોત્મવિશ્વાસ મેળવી લીધો. બાઈક શીખ્યા પછી તેમણે અટકી ન જતાં ટ્રેક્ટર ચલાવવામાં પણ હાથ અજમાવ્યો અને તેમાં પણ મહારત હાંસલ કરી લીધી.

જ્યારે પણ તેમને ડર લાગવા અંગે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓ ખૂબ જ સહજતાથી કહે છે કે, "ડર કોઈ ના લાગડા" એટલે કે તેમને જરાય ડર નથી લાગતો. તેઓ પોતાના આ રોમાંચક અનુભવો અને ડ્રાઇવિંગના વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, જેને નેટીઝન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. સુખ્મા દાદીની આ કહાની સાબિત કરે છે કે જીવનમાં નવું શીખવા કે કોઈ સાહસ કરવા માટે ઉંમર ક્યારેય કોઈ સીમા નથી હોતી, બસ મનમાં ઉત્સાહ અને પરિવારનો સાથ હોવો જરૂરી છે.

LATEST ARTICLES