JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

WPL 2027 ઓક્શન: કોના પર થશે પૈસાનો વરસાદ, લાઈવ સ્ટ્રીમિંગથી લઈને તમામ વિગતો જાણો

Oct 28, 2026 | 09:36 | By JAMNAGAR MIRROR
WPL 2027 ઓક્શન: કોના પર થશે પૈસાનો વરસાદ, લાઈવ સ્ટ્રીમિંગથી લઈને તમામ વિગતો જાણો
મહિલા પ્રીમિયર લીગ 2027ની મીની-ઓક્શન આજે કોચ્ચિમાં યોજાશે, જેમાં ૧૪૬ ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝીઓ બોલી લગાવશે અને ક્રિકેટપ્રેમીઓ આ રોમાંચક હરાજી લાઈવ નિહાળી શકશે.

ક્રિકેટ જગતમાં ભારે ઉત્સુકતા જગાવનાર મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2027નું મીની-ઓક્શન આજે 28 ઓક્ટોબરના રોજ કોચ્ચિની હયાત હોટલમાં યોજાવા જઈ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ ઓક્શન આજે સાંજે 5:30 કલાકે શરૂ થશે, જેમાં કુલ 150 ખેલાડીઓના પુલમાંથી શોર્ટલિસ્ટ થયેલા 146 ખેલાડીઓ પર બોલી લાગશે. આ હરાજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહેલા ભારતીય અને વિદેશી ક્રિકેટરો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે, જ્યાં તમામ 5 ફ્રેન્ચાઇઝી ટીમ પોતાની રણનીતિ સાથે ખેલાડીઓને ખરીદવા માટે મેદાનમાં ઉતરશે.

આજની હરાજીમાં કુલ 146 ખેલાડીઓમાંથી 119 ભારતીય અને 27 વિદેશી ખેલાડીઓ પર બોલી લાગશે, જેમાંથી માત્ર 27 જગ્યાઓ જ ખાલી હોવાથી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખરીદી માટે જોરદાર રસાકસી જોવા મળશે. ઓક્શનની શરૂઆત કેપ્ડ ખેલાડીઓના રાઉન્ડથી થશે અને ત્યારબાદ અનકેપ્ડ ખેલાડીઓનો વારો આવશે. આ યાદીમાં દિલ્લીની ઓલરાઉન્ડર મેધાવી બિધુડી અને સમાયરા રાધવ, ન્યુઝીલેન્ડની ફાસ્ટ બોલર બ્રી ઈલિંગ અને ઉત્તરપ્રદેશની બોલર અવન્યા જૈન જેવા યુવા નામો પણ સામેલ છે. અગાઉના મેગા ઓક્શનમાં દીપ્તિ શર્મા 3.20 કરોડ, અમેલિયા કર 3 કરોડ અને શીખા પાંડે 2.40 કરોડ જેવી મોટી રકમમાં વેચાયા હતા, ત્યારે આ વખતે યુપી વોરિયર્સ પાસે સૌથી મોટું પર્સ ઉપલબ્ધ છે.

આ રોમાંચક ઓક્શનને લાઈવ માણવા માટે ક્રિકેટરસિકો 28 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 કલાકથી જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે, જ્યારે ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર પણ તેનું સીધું પ્રસારણ નિહાળી શકાશે. અંડર-19 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહેલી વૃંદા દિનેશ, ગોંગાડી ત્રિશા અને મુંબઈની ટી20 લીગમાં ધમાકો કરનાર 15 વર્ષની ઈરા જાધવ જેવા ઘરેલું ક્રિકેટના પ્રતિભાશાળી ચહેરાઓ પર પણ તમામની ખાસ નજર રહેશે. ટીમના પર્સમાં 15 કરોડની મર્યાદા યથાવત છે, પરંતુ કઈ ટીમે કેટલા ખેલાડી રિલીઝ કર્યા છે તેના આધારે દરેક ટીમની ખરીદશક્તિ નક્કી થશે.

LATEST ARTICLES