JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દેશમાં જ બનશે વિદેશી ચીજવસ્તુઓ, સરકારે 120 પ્રોડક્ટ્સની કરી ઓળખ

Oct 28, 2026 | 06:10 | By JAMNAGAR MIRROR
દેશમાં જ બનશે વિદેશી ચીજવસ્તુઓ, સરકારે 120 પ્રોડક્ટ્સની કરી ઓળખ
આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક મેન્યુફેक्चरિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે 120 મહત્વની પ્રોડક્ટ્સ શોર્ટલિસ્ટ કરી છે. આ માસ્ટરપ્લાન હેઠળ ટનલ બોરિંગ મશીનથી લઈને કેમિકલ, ફાર્મા અને મશીન ટૂલ્સ જેવા ક્ષેત્રોમાં દેશને આત્મનિર્ભર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારે વિદેશી આયાત પરનું અવલંબન ઘટાડવા અને દેશમાં જ ઉત્પાદનને વેગ આપવા માટે મોટું પગલું ભર્યું છે. ડીપીઆઈઆઈટી વિભાગની આગેવાની હેઠળ ચાલી રહેલી આ કવાયતમાં મિડિયેટર્સ અને કેપિટલ ગુડ્સ સહિત આશરે 120 પ્રોડક્ટ્સની ઓળખ કરવામાં આવી છે. ચીન દ્વારા શિપમેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ હવે સરકારે ખાસ કરીને ટનલ બોરિંગ મશીન માટે એક અલગ જ પ્લાન તૈયાર કર્યો છે. આ યાદીમાં એસિટિક એસિડ જેવા કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, મેડિકલ ટેકનોલોજીના સાધનો, મશીન ટૂલ્સ, ટેક્સટાઇલ લૂમ્સ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, ક્રેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં વપરાતા એમઆરઓ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂટવેર વેલ્યુ ચેઇન સાથે જોડાયેલી કેટલીક કન્ઝ્યુમર ગુડ્સ પ્રોડક્ટ્સ પણ આ યાદીમાં સામેલ છે.

અન્ય સરકારી એજન્સીઓ સાથે ચર્ચા કરીને આ દિશામાં ત્રણ પ્રકારના હસ્તક્ષેપની યોજના ઘડવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં શોર્ટ-ટર્મ પ્રોટેક્શન આપવાનું આયોજન છે જેથી સપ્લાય ડાઇવર્સિફાઇ ન થાય ત્યાં સુધી આઇડેન્ટિફાઈડ પ્રોડક્ટ્સ વિદેશી ખાસ કરીને ચીનની સ્પર્ધાનો સામનો કરી શકે. અગાઉના વર્ષોમાં મોબાઈલ ફોનના કિસ્સામાં પણ આવી જ રણનીતિ અપનાવવામાં આવી હતી. બીજા પગલાં હેઠળ કેપિટલ ઇન્સેન્ટિવ્સ અથવા ટર્નઓવર સાથે જોડાયેલા પ્રોત્સાહનો દ્વારા કોસ્ટ ડિસેબિલિટી દૂર કરવા પર ધ્યાન અપાશે. તેમજ ટેકનોલોજી ઉપલબ્ધ ન હોય તેવી પ્રોડક્ટ્સને સ્થાનિક સ્તરે વિકસાવવા માટે આરએન્ડડી આસિસ્ટન્સ આપવાનો વિકલ્પ પણ ટેબલ પર છે.

છેલ્લા 6 થી 8 વર્ષ દરમિયાન સરકારે ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ, સોલર પાવર ઇક્વિપમેન્ટ અને વ્હાઇટ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક પ્રોડક્શન વધારવા માટે કંપનીઓને ભરપૂર ટેકો આપ્યો છે. આત્મનિર્ભર ભારતની રણનીતિ હેઠળ તૈયાર થયેલા આ પ્લાનને વેસ્ટ એશિયા ક્રાઇસિસ અને કોવિડકાળ દરમિયાન આયાત પરની વધુ પડતી નિર્ભરતાના અનુભવ બાદ વધુ વેગ મળ્યો છે. કોરોના મહામારી અને વૈશ્વિક કટોકટી વખતે મેડિકલ ઇનપુટ્સ સહિતની અનેક ક્રિટિકલ આઇટમ્સની અછત સર્જાઈ હતી કારણ કે તે પ્રોડક્શન ચેઇન પર વિદેશી અંકુશ હતો. સરકારના આ નવા પ્લાનથી આગામી સમયમાં દેશમાં જ મોટાપાયે મેન્યુફેक्चरિંગ વધશે અને વિદેશો પરનું જોખમ ઘટશે.

LATEST ARTICLES