અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટેક્સાસના કોર્પસ ક્રિસ્ટી ખાતે મિડટર્મ ઇલેક્શન રેલીમાં સમર્થકોને સંબોધિત કરતા એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઓઇલ સહયોગ સતત વધી રહ્યો છે અને આ સ્થિતિને જોતા વેનેઝુએલા ભવિષ્યમાં અમેરિકાનું 51મું સ્ટેટ બની શકે છે. ટ્રમ્પે વેનેઝુએલા સાથેના સંબંધો ઘણા સારા હોવાનું જણાવીને ત્યાંના વહીવટને લઈને પણ એક મોટો વિચાર રજૂ કર્યો હતો.
આ સંબોધન દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને કારાકાસ વચ્ચે થયેલા કરાર હેઠળ વેનેઝુએલા તરફથી પહેલું 1 મિલિયન બેરલ ફ્રી ઓઇલ અમેરિકા પહોંચી ગયું છે. બંને દેશો વચ્ચે ઓઇલના વેપાર અને સહકારમાં આવેલા આ મોટા બદલાવ બાદ ટ્રમ્પે હસતા-હસતા એવું પણ સૂચવ્યું હતું કે વેનેઝુએલામાં પ્રેસિડેન્ટ રાખવાને બદલે હવે ત્યાં કોઈ ગવર્નરની નિમણૂક કરવી જોઈએ.
ટ્રમ્પના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કારણ કે લાંબા સમયથી બંને દેશોના સંબંધોમાં તણાવ રહેતો હતો, પરંતુ હવે ઓઇલ ડીલ પછી સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે. આ પ્રકારના નિવેદનોથી અંતરરાષ્ટ્રીય સ્તરે શું પ્રતિર્યાદઓ આવે છે અને આગામી દિવસોમાં આ સંબંધો કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે.
