JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

કાલોલની અમૃત વિદ્યાલયે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો, એજ્યુકેશન રેન્કિંગ્સમાં દેશમાં 9મો ક્રમાંક મેળવ્યો

Oct 28, 2026 | 06:05 | By JAMNAGAR MIRROR
કાલોલની અમૃત વિદ્યાલયે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો, એજ્યુકેશન રેન્કિંગ્સમાં દેશમાં 9મો ક્રમાંક મેળવ્યો
પંચમહાલ જિલ્લાના કાલોલ સ્થિત અમૃત વિદ્યાલયે દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. હેપીનેસ એન્ડ વેલ-બીઈંગ કેટેગરીમાં શાળાએ જિલ્લામાં પહેલો, રાજ્યમાં બીજો અને સમગ્ર ભારતમાં 9મો ક્રમ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ માટે શાળાએ ખાસ પ્રયાસો કર્યા છે.

કાલોલ ખાતે આવેલી અમૃત વિદ્યાલયે શિક્ષણ જગતમાં ફરી એકવાર ડંકો વગાડીને પંચમહાલ જિલ્લાનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે. તાજેતરમાં દેશની રાજધાની દિલ્હી ખાતે એક ભવ્ય એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરની શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત મંચ પર કાલોલની આ શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ એવોર્ડ સમારંભમાં પ્રતિષ્ઠિત એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા સ્કૂલ રેન્કિંગ્સ 2026-27 જાહેર કરવામાં આવ્યા હતા. આ રેન્કિંગ્સ અંતર્ગત હેપીનેસ એન્ડ વેલ-બીઈંગ ચેમ્પિયન્સ કેટેગરીમાં અમૃત વિદ્યાલયે શાનદાર સફળતા મેળવતા પંચમહાલ જિલ્લામાં પ્રથમ, ગુજરાત રાજ્યમાં દ્વિતીય અને સમગ્ર ભારતમાં 9મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શાળાની આ સિદ્ધિ પાછળ માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરાયેલી મહેનત મુખ્ય કારણ રહી છે.

શાળામાં માત્ર એજ્યુકેશન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સુખાકારી અને સ્કૂલમાં હસતા-રમતા ભણી શકાય તેવા આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરતા વિશેષ પ્રયાસો કરવામાં આવે છે. શાળાની આ જ લોકઉપયોગી અને સકારાત્મક પદ્ધતિની ગ્રાન્ડ જ્યુરી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી, જેના પરિણામે આજે શાળાને આ રાષ્ટ્રીય સ્તરનું ગૌરવવંતુ સન્માન પ્રાપ્ત થયું છે.

LATEST ARTICLES