JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

આપણી શિક્ષણ વ્યવસ્થા બની ગઈ છે માર્ક્સવાદી, ગોખણપટ્ટી છોડીને પ્રાયોગિક જ્ઞાન અપનાવવાનો સમય

Oct 27, 2026 | 23:55 | By JAMNAGAR MIRROR
યુનિયન મિનિસ્ટર પ્રહલાદ જોષીએ દિલ્હીમાં સીબીએસઈના એક્સપિરિયન્સ સેન્ટરના લોકાર્પણ વખતે શિક્ષણ પદ્ધતિ સામે મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે વાલીઓ અને સિસ્ટમમાં માત્ર માર્ક્સ લાવવાની ઘેલછા વધી ગઈ છે, જેણે બાળકોની ખરી ક્ષમતા દબાવી દીધી છે.

મંગળવારે દિલ્હીના દ્વારકામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ઇન્ટિગ્રેટેડ ઓફિસ કોમ્પ્લેક્સ ખાતે નવા એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિયન મિનિસ્ટર પ્રહલાદ જોષીએ ખૂલીને વાત કરતા જણાવ્યું હતું કે આજની શિક્ષણ વ્યવસ્થા અને ચિંતિત વાલીઓ માર્ક્સવાદી બની ગયા છે, એટલે કે તેમનો એકમાત્ર ઢોળાવ બાળકના ગુણ પર જ હોય છે. વિદ્યાર્થીઓનો મોટો સમય માત્ર ગોખવામાં અને ગ્રેડ લાવવાની રણનીતિ બનાવવામાં જ જાય છે, જેના કારણે બાળકોની સાચી સમજશક્તિ અને રસ પાછળ રહી જાય છે અને તેમનો કોન્ફિડન્સ પણ ઘટે છે.

આ કાર્યક્રમમાં મિનિસ્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માત્ર પુસ્તકોમાં રહેલું અને જરૂર પડ્યે ઉપયોગમાં ન આવી શકે તેવું જ્ઞાન કોઈ કામનું નથી. આ જ માનસિકતા બદલવા માટે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાવવામાં આવી છે, જે ગોખણપટ્ટીને અલવિદા કહીને પ્રાયોગિક જ્ઞાન પર ભાર મૂકે છે. તેમણે વાલીઓને પણ અપીલ કરી કે બાળકો પર ગમે તેમ કરીને માર્ક્સ લાવવાનું પ્રેશર કરવાનું બંધ કરવું જોઈએ જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે.

નવું શરૂ થયેલું સીબીએસઈ એક્સપિરિયન્સ સેન્ટર લગભગ 6000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેમાં 12 બ્રોડ ઝોન અને 21 એજિબિટ્સ બનાવવામાં આવ્યા છે. આ સેન્ટર મુલાકાતીઓને ભારતમાં શિક્ષણની બદલાતી સફરની ઝાંખી કરાવે છે અને પ્રાચીન પરંપરાઓને મોર્ડન લર્નિંગ સાથે જોડે છે. આ સેન્ટરમાં 1935ના જૂના રેકોર્ડ્સ અને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે, જે સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમના ઇવોલ્યુશનની પૂરી કહાની કહે છે.

LATEST ARTICLES