JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ગેમર્સ માટે મોટા સમાચાર, GTA 6 લોન્ચ વખતે માત્ર 30 FPS પર જ રમી શકાશે

Oct 28, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
ગેમર્સ માટે મોટા સમાચાર, GTA 6 લોન્ચ વખતે માત્ર 30 FPS પર જ રમી શકાશે
ગેમિંગ જગતમાં ધમાકો મચાવવા આવી રહેલી મોસ્ટ અવેટેડ ગેમ Grand Theft Auto VI ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ ગેમ PS5 અને Xbox સહિતની લેટેસ્ટ કન્સોલ પર લોન્ચ સમયે 30 FPS પર જ લોક રહી શકે છે, જેનાથી ગ્રાફિક્સ શાનદાર મળશે પણ પર્ફોર્મન્સ પર થોડી અસર પડી શકે છે.

ગેમિંગ જગતમાં સૌથી વધુ રાહ જોવડાવનારી ગેમ Grand Theft Auto VI ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે અને આ ગેમ આગામી 19 નવેમ્બર, 2026ના રોજ માર્કેટમાં ધમાકો કરવા માટે તૈયાર છે. આ ગેમ માત્ર લેટેસ્ટ જનરેશન કન્સોલ માટે જ આવી રહી છે, પરંતુ સામે આવેલા લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ ગેમર્સને થોડો ઝટકો લાગી શકે છે કારણ કે આ ગેમ PlayStation 5, Xbox Series X, Series S અને PS5 Pro પર 30 FPS પર લોક રહી શકે છે. કંપની આ ગેમમાં ગ્રાફિક્સ, ઓપન વર્લ્ડ ડેન્સિટી, રિયલિસ્ટિક વેધર ઇફેક્ટ્સ અને ભીડભાડ વાળા સિમ્યુલેશનને વધુ પ્રાથમિકતા આપી રહી છે, જેથી વિઝ્યુઅલ અનુભવ એકદમ નેચરલ અને શાનદાર મળી રહે.

ટેકનિકલ વિશ્લેષણ મુજબ સ્ટાન્ડર્ડ PlayStation 5 પર આ ગેમ નેટિવ 1440p રેઝોલ્યુશન પર રન કરશે જેને અપસ્કેલ કરીને 4K સુધી લઈ જવામાં આવશે અને તેનું ટાર્ગેટ 30 FPS ફ્રેમ રેટનું રહેશે. ખાસ કરીને ભારે સીન્સમાં પણ પર્ફોર્મન્સ એકદમ સ્ટેબલ જોવા મળ્યું છે અને તેમાં ગ્લોબલ ઇલ્યુમિનેશન માટે હાર્ડવેર-એક્સિલરેટેડ રે ટ્રેસિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ PS5 Pro માં હાયર રેઝોલ્યુશન અને અદ્ભુત રે ટ્રેસિંગ જેવા ગ્રાફિકલ સુધારા ચોક્કસ મળશે, પરંતુ તેનો મતલબ એ નથી કે તે સીધી 60 FPS સ્પીડ આપી દેશે. વળી, Xbox Series X અને એન્ટ્રી-લેવલ Xbox Series S માં પણ આ જ રીતે 30 FPS પર ગેમ ચાલવાનો અંદાજ છે, જોકે કંપનીના સીઈઓ Strauss Zelnick દ્વારા Series S ની ઓપ્ટિમાઇઝેશન ક્ષમતા વિશે પૂરો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ગેમર્સ તરફથી એસપીએસ મોડને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે શું PS5 Pro પર 120Hz ડિસ્પ્લે વાળા ટીવી માટે 40 FPS મોડ મળી શકે કે નહીં, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પૂરતી આ ગેમ માત્ર કન્સોલ માટે જ ફાઇનલ થઈ છે અને પીસી વર્ઝન વિશે કંપની દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ પણ રેડ ડેડ રિડેમ્પ્શન 2 જેવી ગેમ્સ કન્સોલ પર 30 FPS પૂરતી જ સિમિત રહી હતી, ત્યારે હવે જોવાનું એ રહેશે કે લોન્ચ સમયે કે ત્યારબાદના અપડેટ્સમાં આ ગેમ્સમાં કેવા ટેકનિકલ બદલાવ જોવા મળે છે.

LATEST ARTICLES