JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

પ્રદૂષણથી ઘર પણ સુરક્ષિત નથી : મોંઘા એર પ્યુરિફાયર વગર ઘરની હવા શુદ્ધ રાખવા લગાવો આ 7 કુદરતી છોડ

Oct 27, 2026 | 17:51 | By JAMNAGAR MIRROR
પ્રદૂષણથી ઘર પણ સુરક્ષિત નથી : મોંઘા એર પ્યુરિફાયર વગર ઘરની હવા શુદ્ધ રાખવા લગાવો આ 7 કુદરતી છોડ
દેશભરમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધતાં ઘરની અંદર પણ ઝેરી હવાનો ખતરો વધી ગયો છે. આવા સમયે હજારો રૂપિયાના મોંઘા એર પ્યુરિફાયર પાછળ ખર્ચ કરવાને બદલે ઘરમાં જ કેટલાક ખાસ નેચરલ ઇનડોर પ્લાન્ટ્સ લગાવીને શુદ્ધ ઓક્સિજન મેળવી શકાય છે.

આજે દેશભરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા દિવસેને દિવસે બગડી રહી છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આગામી 1 નવેમ્બર 2026 થી કડક પ્રતિબંધો લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેની અસર દૈનિક મુસાફરો અને વેપાર-ધંધા પર પણ વર્તાશે. પ્રદૂષણની આ માૂછ માત્ર રસ્તાઓ પૂરતી સીમિત નથી રહી પરંતુ હવે તે બંધ ઘરોની અંદર પણ ફેલાઈ રહી છે. આ ઝેરી હવા સામે રક્ષણ મેળવવા માટે બજારમાં મળતા મોંઘા એર પ્યુરિફાયર ખરીદવા મજબૂર બનતા લોકો માટે હવે કુદરતી રસ્તો અપનાવવો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પ્રકૃતિએ આપણને એવા કેટલાક અદભુત છોડ ભેટમાં આપ્યા છે જે ઘરની અંદરની હવામાં રહેલા હાનિકારક વાયુઓ અને રજકણોને શોષીને ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. જેમાં સ્નેક પ્લાન્ટ સૌથી લોકપ્રિય છે જેને ખાસ જાળવણીની જરૂર નથી પડતી અને બેડરૂમ કે લિવિંગ રૂમમાં સરળતાથી મૂકી શકાય છે. આ ઉપરાંત, ખૂબ ઓછી કાળજી માગતો મની પ્લાન્ટ હવામાં રહેલા ઝેરી રાસાયણિક સંયોજનોને શોષી લે છે અને તેને માટી કે પાણી બંનેમાં ઉછેરી શકાય છે. હવાની શુદ્ધતા માટે સ્પાઇડર પ્લાન્ટ પણ ઉત્તમ વિકલ્પ છે, જેના લીલા-સફેદ પાંદડા ઘરના ઇન્ટિરિયરને આકર્ષક લુક આપે છે. આ યાદીમાં ડેકોરેશન સાથે ઇનડાયરેક્ટ સૂર્યપ્રકાશમાં ખીલતી પીસ લિલી, ઘરના વાતાવરણમાં ભેજ જાળવતો એરેકા પામ, ધૂળના કણો ખેંચી લેતો રબર પ્લાન્ટ અને કુદરતી હરિયાળી આપતો ફર્ન પ્લાન્ટ પણ સામેલ છે.

આ તમામ ઇનડોર પ્લાન્ટ્સને બેડરૂમ, બાલ્કની, લિવિંગ રૂમ કે ઓફિસના ટેબલ પર આસાનીથી ગોઠવી શકાય છે. આ છોડ માત્ર ઘરની શોભા જ નથી વધારતા પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પરિવારને સુરક્ષિત રાખવામાં મોટો ભાગ ભજવે છે. મોંઘા ગેજેટ્સ પાછળ મોટો ખર્ચ કરવા કરતાં આ કુદરતી છોડ અપનાવવાથી પર્યાવરણની રક્ષા પણ થાય છે અને ઘરનું વાતાવરણ પણ તાજું રહે છે. આગામી સમયમાં પ્રદૂષણના વધતા ખતરા સામે લડવા માટે ઘરમાં આ હરિયાળી લાવવી એ એક સમજદારીભર્યું અને સચોટ પગલું સાબિત થશે.

LATEST ARTICLES