טેકનોલોજી જગતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે યુએસ, કેનેડા, યુકે અને ભારતમાં કામ કરતા અંદાજે 60,000 કર્મચારીઓ માટે એક વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. 26 ઓક્ટોબર 2026ના રોજ બહાર પાડવામાં આવેલા એક મેમો મુજબ, આ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા કર્મચારીઓ કંપની છોડી શકે છે અને તેમને ફાઈનાન્સિયલ તથા કરિયર-ટ્રાન્ઝિશન સપોર્ટ પૂરો પાડવામાં આવશે. જે કર્મચારીઓ આ ઓફર સ્વીકારવા માંગતા હોય તેમને ડિસેમ્બર 2026ના પ્રથમ સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે. કંપનીના બદલાતા બિઝનેસ સમીકરણો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ વચ્ચે સ્ટાફની સંખ્યાને વ્યવસ્થિત કરવા માટે આ ડગલું ભરવામાં આવ્યું છે.
આ સ્કીમની પાત્રતાની વાત કરીએ તો, લેવલ 70 અને તેનાથી નીચેના ઇન્ટરનલ લેવલના કર્મચારીઓ આમાં સામેલ છે, જેમાં કેટલાક જનરલ મેનેજર્સ અને વાઇસ પ્રેસિડેન્ટ્સ પણ છે પરંતુ કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ્સને બાકાત રાખવામાં આવ્યા છે. આમાં અગાઉની જેમ કોઈ ઉંમર કે મિનિમમ સર્વિસની શરત નથી તેમજ પર્ફોર્મન્સ પણ આધાર રાખતું નથી, જો કે કેટલાક સેલ્સ અને એન્જિનિયરિંગ ગ્રૂપ્સને આમાંથી દૂર રાખવામાં આવ્યા છે. જે કર્મચારીઓ આ છોડશે તેમને સેલરી અને નોકરીના વર્ષોના આધારે સેવરન્સ પે, સ્કોક વેસ્ટિંગ, હેલ્થકેર કવરેજ અને કરિયર સપોર્ટ જેવા બેનિફિટ્સ મળશે. અગાઉ આ જ વર્ષે આવેલી આવી જ એક સ્કીમમાં આશરે 30 ટકા પાત્ર કર્મચારીઓએ લાભ લીધો હતો અને તેનાથી ભવિષ્યની છટણીમાં રાહત મળી હતી.
હવે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ કર્મચારી આ ઓફર સ્વીકારવાનો ઇનકાર કરે તો શું થશે? માઈક્રોસોફ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ફરજિયાત નિયમ નથી અને ઓફર ન સ્વીકારનાર કર્મચારી પર સીધી નોકરી ગુમાવવાનું જોખમ નથી, પરંતુ આ સ્કીમ એટલે કે વોલન્ટરી એક્ઝિટથી ભવિષ્યમાં થનારી છટણીઓ સંપૂર્ણપણે બંધ નહીં થાય. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે બિઝનેસની સ્થિતિ અને જરૂરિયાત મુજબ ભવિષ્યમાં પણ કર્મચારીઓની છટણી જેવી બાબતો ચાલુ રહી શકે છે. આ પહેલીવાર છે જ્યારે કંપની આ પ્રકારનો નવો પ્રોગ્રામ લાવી રહી છે અને તેના પરિણામો કેવડા આવે છે તેનું મૂલ્યાંકન કંપની સમય સાથે કરશે.
