આજકાલ ફેમિલી મેમ્બરનો મેસેજ હોય, બોસનો ઈમેલ હોય કે પછી કોઈ ઝઘડા પછી મિત્રને સલાહ આપવાની હોય, મોટાભાગના લોકો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદ લેતા થઈ ગયા છે. પેઢીઓથી લોકો વાસ્તવિક સંબંધો અને વાતચીત દ્વારા જ સોશિયલ એટિગેટ્સ શીખતા આવ્યા છે. શરૂઆતમાં લોકો ભૂલો કરતા, સામા પક્ષની ભાવનાઓ સમજવામાં થાપ ખાતા અને એ અનુભવોમાંથી શીખતા હતા. પરંતુ હવે જ્યારે દરેક સોશિયલ ડિલેમા માટે એઆઈ તુરંત જવાબ આપી દે છે, ત્યારે માણસની પોતાની મહેનત ઓછી થઈ ગઈ છે. શૈલેષ કે નેવટિયા નામના એક્સપર્ટનું કહેવું છે કે એઆઈ અલગ પર્સપેક્ટિવ આપે છે અને અઘરા વિષયો પર વાતચીત કરવાનું સરળ બનાવે છે, પરંતુ તે માનવીય સંબંધોની ઇમોશનલ ડેપ્થ અને નબળાઈઓને ક્યારેય રિપ્લેસ નથી કરી શકતું.
આજના આ યુગમાં ઋદ્ધિ અને પૂજા જેવા યુવાનો પ્રોફેશનલ ઈમેલ ડ્રાફ્ટ કરવાથી લઈને કોલેજમાં ડર્યા વગર પ્રશ્નો પૂછવા સુધીની બાબતોમાં ચેટજીપીટીનો ઉપયોગ કરે છે. આનાથી ફાયદો એ થાય છે કે લોકો ડર કે સંકોચ વગર પોતાના પ્રશ્નો પૂછી શકે છે અને વધુ સારી ભાષામાં જવાબ મેળવી શકે છે. પરંતુ આ બાબતનો બીજો મોટો ગેરફાઈડો એ છે કે તેનાથી લોકોનો પોતાનો આત્મવિશ્વાસ ઘટતો જાય છે. સ્પર્શ હોસ્પિટલના કાઉન્સિલિંગ સાયકોલોજિસ્ટ રશ્મિતા નાયર ચેતવણી આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઝઘડા પછી કોણ સાચું છે તે નક્કી કરવા એઆઈની મદદ લે છે, ત્યારે તે કન્ફર્મેશન બાયસને વધારે છે. વાસ્તવમાં સામાજિક કુશળતા સંઘર્ષ, ગેરસમજ અને ઇમોશન્સમાંથી પસાર થઈને જ શીખી શકાય છે, જેની જગ્યા કોઈ રોબોટ કે ચેટબોટ ક્યારેય નથી લઈ શકતા.
આખરે કમ્યુનિકેશન માત્ર શબ્દોની આપલે નથી, પણ તેમાં અવાજનો ટોન, પોઝ, સંદર્ભ અને સાચી ભાવનાઓ જોડાયેલી હોય છે. શૂન્ય લેબ્સના ફાઉન્ડર રિતુ મેહરોત્રા જણાવે છે કે એઆઈ ઈમોશન્સને સમજી કે ઓળખી શકે છે, પરંતુ તે ઇમોશન્સ અનુભવી નથી શકતું. એ જ રીતે એસપીજીઆઈએમઆરના પ્રોફેસર તન્વી મનકોડી પણ માને છે કે માનવીય સંબંધોની અસલી સુંદરતા તેની નબળાઈઓ અને અપૂર્ણતામાં છુપાયેલી હોય છે. જો આપણે દરેક વાત માટે એઆઈ પર જ ડિપેન્ડ થઈ જઈશું, તો આપણી જાતે જજમેન્ટ લેવાની ક્ષમતા ગુમાવી બેસીશું. એઆઈનો ઉપયોગ ફક્ત એક ટૂલ તરીકે કરવો યોગ્ય છે, પરંતુ સંબંધોને જીવંત રાખવા માટે માનવીય સ્પર્શ અને સાચી સંવેદના જ સૌથી મોટું હથિયાર છે.
