JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

યુકેની પ્રખ્યાત રીટેલ ચેઈન પાઉન્ડલેન્ડ પર મંદીનું સંકટ, 600 સ્ટોર્સ બંધ થવાની અને 10000 નોકરીઓ જોખમમાં

Oct 27, 2026 | 18:26 | By JAMNAGAR MIRROR
યુકેની પ્રખ્યાત રીટેલ ચેઈન પાઉન્ડલેન્ડ પર મંદીનું સંકટ, 600 સ્ટોર્સ બંધ થવાની અને 10000 નોકરીઓ જોખમમાં
માત્ર 1 યુરોમાં વેચાયેલી કંપની પાઉન્ડલેન્ડ પર હવે નાદારી નોંધાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે. મેનેજમેન્ટ અને ઓનર્સ વચ્ચેના વિવાદને કારણે યુકેમાં હજારો કર્મચારીઓની નોકરી પર જોખમ ઊભું થયું છે, જોકે આગામી 48 કલાકમાં કોઈ નવો બિઝનેસ ડીલ ચમત્કાર કરી શકે છે.

યુકેની જાણીતી ડિસ્કાઉન્ટ રીટેલ ચેઈન પાઉન્ડલેન્ડ પર હાલમાં મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે કંપની નાદારીના આરે આવીને ઊભી રહી છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો યુકેભરમાં આવેલા તેના અંદાજે 600 જેટલા સ્ટોર્સ હંમેશા માટે બંધ થઈ શકે છે અને તેનાથી 10000થી વધુ લોકોની નોકરીઓ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે પેપકો ગ્રૂપ દ્વારા આ કંપની ગત 2025માં જ યુએસ બેઝ્ડ ગોર્ડન બ્રધર્સને માત્ર 1 યુરોની પ્રતિકીત્મક કિંમતમાં વેચવામાં આવી હતી. રીટેલ માર્કેટમાં સસ્તી ચીજવસ્તુઓ વેચવા માટે જાણીતી આ બ્રાન્ડની હાલની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે.

આ આખા વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કંપનીના મેનેજમેન્ટ અને તેના મોટા ભાગીદાર ગોર્ડન બ્રધર્સ વચ્ચે ગરમાગરમ વિવાદ થયો. માર્ટિન પ્રોપર્ટી ગ્રૂપ દ્વારા પાઉન્ડલેન્ડને ખરીદવા માટે જે સોલવન્ટ ઓફર કરવામાં આવી હતી, તેને ગોર્ડન બ્રધર્સે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. આ વાતથી નારાજ થઈને ગોર્ડન બ્રધર્સ દ્વારા 15 ઓક્ટોબરના રોજ નિમણૂક કરવામાં આવેલા 3 બોર્ડ મેમ્બર્સ હવે પોતાના પદ પરથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. આ અસંમતિના કારણે પાઉન્ડલેન્ડ પર હવે ઇન્સોલ્વન્સી પ્રોસીડિંગ્સ એટલે કે નાદારી પ્રક્રિયાનો ભય તોળાઈ રહ્યો છે. જોકે, રાહતની વાત એટલી છે કે જો આગામી 48 કલાકની અંદર કોઈ નવો ટેકઓવર પ્રસ્તાવ રજૂ થાય તો આ સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ નીકળી શકે છે.

માર્ટિન પ્રોપર્ટી ગ્રૂપ ઉપરાંત આયર્લેન્ડની ઇનોવેસ્ટ હોલ્ડિંગ્સ નામની કંપની પણ પાઉન્ડલેન્ડને ખરીદવા માટે રસ દાખવી રહી છે. અગાઉ જ્યારે ગોર્ડન બ્રધર્સે આ કંપની માત્ર 1 યુરોમાં ખરીદી હતી ત્યારે તેમણે લોરા એશ્લે જેવી સંકટમાં આવેલી બ્રાન્ડ્સને બેઠા કરવાનો દાવો કર્યો હતો અને કંપનીમાં 80 મિલિયન પાઉન્ડનું રોકાણ કરવાનું વચન પણ આપ્યું હતું. પાઉન્ડલેન્ડ પોતાના સ્ટોર્સ પર ફૂડ, ડ્રિંક્સ, હેલ્થ, બ્યુટી, હાઉસહોલ્ડ ગુડ્સ, સ્ટેશનરી અને રમકડાં જેવી અનેક વસ્તુઓ લોકલ કિંમતે વેચે છે. હવે જો આગામી બે દિવસમાં કોઈ મોટો બિઝનેસ નિર્ણય નહીં લેવાય, તો યુકેના રીટેલ સેક્ટરને બહુ મોટો ફટકો પડી શકે છે.

LATEST ARTICLES