સવારના નાસ્તામાં રોજ શું બનાવવું અને તે ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું રહે તે એક કાયમી પ્રશ્ન છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય, ત્યારે નાસ્તો પસંદ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. જો તમારા પરિવારમાં પણ કોઈને ડાયાબિટીસ છે અને તમે દરરોજ સવારે નાસ્તા માટે નવા ઓપ્શન્સ શોધતા હોવ, તો હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યાના ઉકેલ માટે દાળ, શાકભાજી, હોલ ગ્રેઇન્સ અને ભરપૂર પ્રોટીનવાળી ચીજોથી બનતી 5 સરળ રેસિપી તમે ઘરમાં જ ટ્રાય કરી શકો છો.
જો તમને સવારે ચટપટું ખાવાનું મન થાય, તો 1 વાટકી બેસનમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા, લીલા ધાણા, મીઠું અને અજમો નાખીને બેસનનો ચીલો બનાવી શકો છો, જે ઓછા તેલમાં વગર ખાંડવાળા દહીં સાથે ખાઈ શકાય છે. આ સિવાય, રોજ એક જ નાસ્તો ખાઈને કંટાળ્યા હોવ તો જીરું, ડુંગળી, ગાજર અને બીન્સ સાથે વેજિેબલ ઓટ્સ બનાવી શકાય જેમાં ફાઇબર ભરપૂર મળે છે. પ્રોટીન માટે મગની દાળને પલાળીને પીસીને તેનો પૌષ્ટિક ચીલો પણ બનાવી શકાય છે. પેટ ભરાઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય તો પનીર અને કેપ્સિકમવાળી પનીર ભુર્જી આખા ઘઉંની રોટલી સાથે ઉત્તમ ઓપ્શન છે, અને જે લોકો ઇંડા ખાય છે તેઓ ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નાખીને ઝડપથી શાકભાજીવાળી ઇંડા ભુર્જી પણ તૈયાર કરી શકે છે.
આ તમામ નાસ્તામાં પ્રોટીન, ફાઇબર અને જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આ બધી રેસિપી બનાવતી વખતે તેલ કે બટરનો ઉપયોગ બને એટલો ઓછો રાખવોિતા હિતાવહ છે. વળી, રોટલી કે અન્ય કાર્બોહાઇડ્રેટ્સની ક્વોન્ટિટી હંમેશા પોતાની ડાયેટ અને ડોક્ટરની સલાહ મુજબ જ નક્કી કરવી જોઈએ, જેથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે અને શરીરને એનર્જી પણ મળી રહે.
