JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

અલાસ્કામાં મળી આવ્યો 13800 વર્ષ જૂનો કેમ્પસાઇટ, પ્રાચીન માનવ જીવનના ખુલ્લા રહસ્યો

Oct 27, 2026 | 15:20 | By JAMNAGAR MIRROR
અલાસ્કામાં મળી આવ્યો 13800 વર્ષ જૂનો કેમ્પસાઇટ, પ્રાચીન માનવ જીવનના ખુલ્લા રહસ્યો
અમેરિકાના અલાસ્કામાં થયેલા એક પુરાતત્વીય સંશોધનમાં અતિ પ્રાચીન માનવ વસાહતના પુરાવા મળ્યા છે. આ જગ્યાએથી પથ્થરના હથિયારો, હર્થ, ઘરના અવશેષો અને પ્રાણીઓની હાજરી મળી આવી છે, જે હજારો વર્ષ પહેલાંના લોકોની લાઈફસ્ટાઈલ વિશે રોચક માહિતી આપે છે.

અલાસ્કાના ફેરબેંકસથી લગભગ 55 કિલોમીટર દક્ષિણ-ગ્ગિ અગ્નિ દિશામાં આવેલા શેગ ઝડાલ્થીઈ નામના પુરાતત્વીય સાઈટ પર વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, આ જગ્યા અંદાજે 13,800 વર્ષ જૂની છે અને તે બેરિંગિયા પ્રદેશમાં માનવીય ગતિવિધિઓ સમજવામાં ખૂબ મહત્વની સાબિત થઈ રહી છે. લોકલ અથાબાસ્કાન ભાષામાં આ નામનો અર્થ તેઓ ત્યાં હતા એવો થાય છે. 2016થી ચાલી રહેલા આ મલ્ટીડિસીપ્લિનરી રિસર્ચ પ્રોજેક્ટમાં આ જગ્યાના 3 અલગ ઓક્યુપેશન લેયર્સ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં સૌથી જૂના સ્તરમાંથી 80,000 કરતા વધુ આર્ટિફેક્ટ્સ અને સેમ્પલ્સ મળી આવ્યા છે.

સંશોધકોને આ સાઈટ પરથી બાઈફેશિયલ નાઈફ, સ્ક્રેપર્સ અને એડઝ જેવા વિવિધ પથ્થરના હથિયારો મળ્યા છે, જેને વારંવાર શાર્પ કરીને રીયુઝ કરવામાં આવતા હતા. આ સિવાય સૌથી મોટી શોધ એક સંભવિત ડ્વેલિંગ સ્ટ્રક્ચરની છે, જ્યાં ચારકોલવાળી માટી સાથે હર્થ, એક નાનો પીટ અને પોસ્ટ મોલ્ડ મળ્યા છે, જે દર્શાવે છે કે તે સમયના લોકો ટેન્ટ કે લીન-ટુ જેવું અસ્થાયી આશ્રયસ્થાન બનાવીને રહેતા હતા. ત્યાં અર્થ ઓવન પણ મળી આવ્યું છે, જેનો ઉપયોગ ધીમી આંચ પર માંસ રાંધવા માટે થતો હતો. સાઈટ પરથી બોન નીડલ્સના ટુકડા પણ મળ્યા છે જે દર્શાવે છે કે તે સમયના લોકો પ્રાણીઓની ચામડીમાંથી કપડાં કે કવર સીવવાનું કામ પણ જાણતા હતા.

આ પ્રાચીન કેમ્પસાઇટના પુરાવા માત્ર અલાસ્કા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેની સામ્યતા સાઈબિરીયાના સમકાલીન સ્થળો સાથે પણ જોવા મળે છે, જે એશિયા અને નોર્થ અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની પુષ્ટિ કરે છે. આ જગ્યા કોઈ સામાન્ય શિકાર માટે રોકાયેલી અસ્થાયી જગ્યા નહોતી, પરંતુ લોકો અહીં લાંબા સમય સુધી રોકાતા અથવા વારંવાર પાછા ફરતા હતા. વૈજ્ઞાનિકો હવે આ પ્રાણીઓ અને છોડના અવશેષોના વધુ વિશ્લેષણ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે સમયના લોકો કઈ સિઝનમાં અહીં રહેતા હતા અને ઉત્તરીય પ્રદેશના કઠિન વાતાવરણમાં કેવી રીતે સર્વાઈવ કરતા હતા.

LATEST ARTICLES