JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ રેલ જન સંવાદ યોજાયો

Oct 27, 2026 | 16:25 | By JAMNAGAR MIRROR
મુસાફરો પાસેથી સ્વચ્છતા અંગે ફીડબેક મેળવવા માટે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 53 સ્ટેશનો પર વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું. ડીઆરએમ ગીરીરાજકુમાર મીના સહિતના અધિકારીઓએ મુસાફરો સાથે સીધી વાતચીત કરી સૂચનો અને અપેક્ષાઓ જાણી હતી.

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત ગત 22 ઓક્ટોબરે ડિવિઝનના તમામ 53 રેલવે સ્ટેશનો પર રેલ જન સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં સફાઈની સ્થિતિ ચકાસવાનો તેમજ મુસાફરોનો સીધો અભિપ્રાય મેળવવાનો હતો. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ખુદ ડી.આર.એમ. ગીરીરાજકુમાર મીનાએ ઉપસ્થિત રહીને મુસાફરો સાથે ખુલીને ચર્ચા કરી હતી અને સ્ટેશન પર ઉપલબ્ધ સ્વચ્છતાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન માત્ર સ્ટેશનો પર જ નહીં પરંતુ દોડતી ટ્રેનોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેનના મુસાફરો પાસેથી ટિકિટ ચેકીંગ સ્ટાફ દ્વારા ખાસ ફોર્મ ભરવાડા9 કે રૂબરૂ વાતચીત કરીને સ્વચ્છતા અંગેના ફીડબેક મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુસાફરો તરફથી રેલવે પ્રશાસનને સફાઈ બાબતે કેવા પ્રકારની અપેક્ષાઓ છે અને શું નવા સૂચનો છે તેની પણ વિગતવાર નોંધ લેવામાં આવી હતી. આ વિશેષ ઝુંબેશમાં જામનગર, હાપા, ખંભાળિયા, દ્વારકા અને ઓખા સહિતના મહત્વના સ્ટેશનો પર પણ રેલવે અધિકારીઓએ મુસાફરો સાથે સંવાદ સાધીને જાગૃતિ ફેલાવી હતી.

આ સમગ્ર જન સંવાદ અભિયાનના અંતે રેલવે પ્રશાસન દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડીઆરએમએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મુસાફરો તરફથી જે પણ કિંમતી સૂચનો અને ફરિયાદો મળી છે, તેની ગંભીરતાપૂર્વક નોટિસ લેવામાં આવી છે. આગામી સમયમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં સફાઈની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે આ મળેલા સૂચનોની કડક અમલવારી કરવામાં આવશે જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળી શકે.

LATEST ARTICLES