કોવિડ મહામારીના સમયમાં જ્યારે રેસ્ટોરાં બંધ થવાને કારણે ઓયસ્ટર્સનો વેપાર ઠપ થઈ ગયો હતો અને ફાર્મર્સને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે એક અનોખી પહેલ શરૂ થઈ હતી. અમેરિકામાં જ્યારે નોકરીઓ પર સંકટ તોળાઈ રહ્યું હતું ત્યારે SOAR (Supporting Oyster Aquaculture and Restoration) નામના કન્ઝર્વેશન પ્રોગ્રામે આગળ આવીને ઓયસ્ટર્સના ફાર્મર્સને મોટી રાહત આપી હતી. વેચાણ વગર નકામા જઈ રહેલા આ ઓયસ્ટર્સનો ઉપયોગ દરિયાઈ ક્ષેત્ર અને પર્યાવરણને બચાવવા માટે કરવામાં આવ્યો, જેનાથી એકસાથે આર્થિક અને પારિસ્થિતિકીય બંને સમસ્યાઓનો ઉકેલ મળી ગયો.
આ રિપોર્ટ મુજબ SOAR પ્રોગ્રામે 150થી વધુ ગ્રોઅર્સ પાસેથી 70 લાખથી વધુ ઓયસ્ટર્સ ખરીદ્યા હતા. આ પ્રોજેક્ટના કારણે અમેરિકાના 8 રાજ્યોમાં ફેલાયેલા 35 રિસ્ટોરેશન સાઇટ્સ પર કામ કરતી 1000થી વધુ નોકરીઓ સુરક્ષિત થઈ શકી છે અને 60 એકરથી વધુ નેટીવ ઓયસ્ટર્સ રીફ્સનો રિકવરી રેટ સુધર્યો છે. ન્યુ હેમ્પશાયરની ગ્રેટ બેથી લઈને ન્યૂ જર્સી અને ડેલાવેર બે સુધી આ અભિયાન ચાલ્યું હતું. ફાર્મર્સ પાસેથી ખરીદેલા આ ઓયસ્ટર્સમાં આશરે 14 લાખ જેટલા નાના ઓયસ્ટર્સ પણ સામેલ હતા, જેને દરિયામાં યોગ્ય જગ્યાએ છોડીને નવા કુદરતી આવાસ ઊભા કરવામાં આવ્યા હતા.
દરિયાઈ પર્યાવરણ માટે ઓયસ્ટર્સ રીફ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે અને માછલીઓ તથા કેકડા જેવા જીવોને આશરો આપે છે. આ પ્રોગ્રામ માત્ર ઓયસ્ટર્સ ખરીદવા સુધી મર્યાદિત નહોતો રહ્યો, પરંતુ 2021માં શરૂ થયેલા શેલફિશ ગ્રોઅર્સ રિઝિલિયન્સ ફંડ દ્વારા 83 જેટલા ફાર્મર્સ પ્રાઇવેટ પ્રોજેક્ટ્સને પણ મદદ કરવામાં આવી હતી. આ અનોખી પહેલે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય આયોજન કરવામાં આવે તો બિઝનેસ અને પર્યાવરણ બંનેને એકસાથે બચાવી શકાય છે.
