JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

શેરબજારમાં અસ્થિરતા યથાર્થ, વૈશ્વિક પરિબળો વચ્ચે રોકાણકારોની નજર ત્રિમાસિક પરિણામો પર

Oct 27, 2026 | 16:26 | By JAMNAGAR MIRROR
શેરબજારમાં અસ્થિરતા યથાર્થ, વૈશ્વિક પરિબળો વચ્ચે રોકાણકારોની નજર ત્રિમાસિક પરિણામો પર
ફ્યુચર્સ અને ઑપ્શન્સ એક્સપાયરી તથા ક્રુડ ઓઈલના ઊંચા ભાવને કારણે ભારતીય બજારમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાની વ્યાજદર નીતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો અત્યારે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

તા. 27-10-2026 ના રોજ ફ્યુચર્સ અને ઑપ્શન્સ એક્સપાયરીની અસર તેમજ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ક્રુડ ઓઈલના ઊંચા ભાવ, વિદેશી મૂડીપ્રવાહ અને કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પાછળ બજારની દિશા અંગે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છવાયેલો છે. એક તરફ પસંદગીના શેરોમાં ખરીદીનો ટેકો મળી રહ્યો છે, તો બીજી તરફ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતા ખર્ચના કારણે ઊંચા સ્તરે નફાવસૂલીનું દબાણ પણ દેખાઈ રહ્યું છે, જેના પરિણામે બજારમાં એકતરફી વલણ કરતાં ઉતારચઢાવ સાથે વેપાર થઈ રહ્યો છે અને સેન્સેક્સમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

બજારમાં પ્રવર્ર્તમાન અસ્થિરતા વચ્ચે ઊંચા ક્રુડ ઓઈલના ભાવ મુખ્ય ચિંતાનો વિષય છે, જ્યાં બ્રેન્ટ ક્રુડ આશરે 115 ડૉલર પ્રતિ બેરલની નજીક ટ્રેડ થઈ રહ્યું છે, જે આયાત ખર્ચ અને મોંઘવારી વધારી શકે છે. અમેરિકાની ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ અને મધ્યપૂર્વના તણાવ પર વૈશ્વિક રોકાણકારોની ખાસ નજર છે. જો કે, આ તમામ પડકારો વચ્ચે મજબૂત ત્રિમાસિક પરિણામો, અપેક્ષા કરતાં સારો નફો અને સ્થાનિક રોકાણકારોની ખરીદીને કારણે ગુણવત્તાસભર શેરોમાં હજુ પણ રસ જળવાઈ રહ્યો છે અને રોકાણકારો નીચા સ્તરે ખરીદીની તકો શોધી રહ્યા છે.

ટેકનિકલ સ્તરે આગામી કારોબાર માટે નિફ્ટી ફ્યુચર 22670 પોઈન્ટ આસપાસ છે, જેમાં 22606 પોઈન્ટ અને 22570 પોઈન્ટના સપોર્ટ સામે 22737 થી 22808 પોઈન્ટ સુધીની સપાટી જોવા મળી શકે છે અને 22808 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી હિતાવહ છે. આ ઉપરાંત, શેર વિશે વાત કરીએ તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ 504 ના ભાવે 488 અને 474 ના સપોર્ટથી 523 થી 530 સુધી જઈ શકે છે, જ્યારે કોલ ઇન્ડિયા 402 ના ભાવે 389 અને 376 ના સપોર્ટથી 417 થી 424 આસપાસની સપાટી નોંધાવી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

LATEST ARTICLES