JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

રોમન સમ્રાટની માર્બલ મૂર્તિએ તોડ્યા રેકોર્ડ, નીચોડાયા કરોડો ડોલર

Oct 27, 2026 | 15:20 | By JAMNAGAR MIRROR
રોમન સમ્રાટની માર્બલ મૂર્તિએ તોડ્યા રેકોર્ડ, નીચોડાયા કરોડો ડોલર
ન્યૂયોર્કની ઓક્શનમાં રોમન સમ્રાટના માથા વગરના માર્બલ ટોર્સોએ ધૂમ મચાવી દીધી છે. અગાઉ 7.36 મિલિયન ડોલરમાં વેચાયેલી આ કલાત્મક મૂર્તિ આ વખતે અધધ 34.26 મિલિયન ડોલરમાં વેચાઈને ઇતિહાસ રચી દીધો છે.

પ્રાચીન કાળની કલાત્મક ચીજવસ્તુઓ અને એન્ટિક વસ્તુઓનો ક્રેઝ દુનિયાભરમાં કેવો મોટો છે, તેનો તાજેતરનો પુરાવો ન્યૂયોર્ક ખાતે જોવા મળ્યો છે. સોથેબીઝના મેગ્નમ ઓપસ ઇવનિંગ ઓક્શનમાં આશરે 2,000 વર્ષ જૂની રોમન સમ્રાટની માર્બલ મૂર્તિનું વગર માથાનું શરીર એટલે કે ટોર્સો ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 21 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલા આ હાઈ-પ્રોફાઈલ ઓક્શનમાં આ દુર્લભ કલાકૃતિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે અને રોમન એન્ટિક્વિટીના વેચાણમાં નવો ઇતિહાસ બનાવ્યો છે.

આ શાનદાર મૂર્તિને ખરીદવા માટે ઓક્શન દરમિયાન 5 કલેક્ટર્સ વચ્ચે જોરદાર ટક્કર જામી હતી અને આ હરાજી પૂરા 14 મિનિટ સુધી ચાલી હતી. આખરે આ કલાકૃતિ અદભુત કિંમતે વેચાઈ હતી, જે વર્ષ 2010માં ચૂકવવામાં આવેલી રકમ કરતાં લગભગ 5 ગણી વધારે છે. આ મૂર્તિનો ઇતિહાસ પહેલી સદીના પહેલા ભાગના જુલિયો-ક્લોડિયન કાળ સાથે જોડાયેલો છે. જો કે, આ મૂર્તિ ચોક્કસપણે કયા સમ્રાટની છે તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ ઇતિહાસકારો તેને ઓગસ્ટસ, ટિબેરિયસ કે ક્લોડિયસમાંથી કોઈ એક હોવાની શક્યતા વ્યક્ત કરે છે. આ મૂર્તિની ખાસિયત તેના પર બનેલું સોલ (સૂર્ય દેવ) નું ભવ્ય નકશીકામ છે, જે ક્રોએશિયાના સેલોના શહેરથી મળી આવી હોવાનું મનાય છે.

વર્ષ 2010માં 7.36 મિલિયન ડોલરમાં વેચાયા બાદ આ માર્બલ મૂર્તિ અમેરિકાની જાણીતી હોસ્પિટાલિટી અને મ્યુઝિયમ સંસ્થાઓમાં પ્રદર્શન માટે મુકવામાં આવી હતી. આ મૂર્તિ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, યેલ યુનિવર્સિટી આર્ટ ગેલેરી અને લોસ એન્જલસના જે. પોલ ગેટી મ્યુઝિયમમાં પ્રદર્શિત થઈ ચૂકી છે. આટલી લાંબી સફર અને મ્યુઝિયમ પ્રદર્શનોએ આ કલાકૃતિની બજાર કિંમતમાં મોટો ઉછાળો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ રેકોર્ડબ્રેક વેચાણ સાબિત કરે છે કે પ્રાચીન કાળની દુર્લભ ચીજો માટે દુનિયાભરના કલેક્ટર્સ કોઈપણ મોટી રકમ ચૂકવવા માટે તૈયાર રહે છે.

LATEST ARTICLES