JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

ચા વેચીને મહિને 9 લાખની કમાણી, PM મોદી અને એલન મસ્કને આદર્શ માનનાર ચાવાળાનો વીડિયો વાયરલ

Oct 27, 2026 | 14:45 | By JAMNAGAR MIRROR
ચા વેચીને મહિને 9 લાખની કમાણી, PM મોદી અને એલન મસ્કને આદર્શ માનનાર ચાવાળાનો વીડિયો વાયરલ
આજની આધુનિક દુનિયામાં મોટી કોર્પોરેટ નોકરીઓ પણ ઝાંખી પડી જાય તેવી એક ચાવાળાની સફળતાની કહાની સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શર્મા કાફે રેસ્ટોરન્ટના માલિકે પોતાની અદ્ધભુત કમાણી અને પ્રેરણાદાયી સફરનો પર્દાફાશ કર્યો છે.

આજના સમયમાં જો કોઈ તમને એમ કહે કે માત્ર ચા વેચીને કોઈ વ્યક્તિ મહિનાના 9 લાખ રૂપિયા કમાઈ શકે છે, તો તમને પણ આશ્ચર્ય થશે જ. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવા જ ચા વેચનારની સફળતાની કહાની ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેણે સારી સેલેરીવાળી મોટી નોકરીઓને પણ પાછળ છોડી દીધી છે. કન્ટેન્ટ ક્રિએટર આયુષ ગોસ્વામીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @ayushstartup પર આ વાયરલ વીડિયો શેર કર્યો છે, જેમાં શર્મા કાફે રેસ્ટોરન્ટના માલિકે પોતાની આર્થિક કમાણીનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે.

વીડિયોમાં ચાની દુકાનના માલિકે દાવો કર્યો છે કે તેમની દુકાન પર દરરોજ અંદાજે 3000 કપ ચા વેચાય છે. ચાના એક કપની કિંમત માત્ર 10 રૂપિયા છે, જે હિસાબે તેમનું દૈનિક વેચાણ અંદાજે 30,000 રૂપિયા થાય છે અને આ રીતે તેમની કુલ માસિક આવક 9 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. પોતાની આ સફળતા પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંઘર્ષો અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કના વિઝનને મુખ્ય પ્રેરણાસ્ત્રોત ગણાવતા આ યુવાને કહ્યું છે કે જો પીએમ મોદી ચા વેચીને દેશના વડા બની શકતા હોય અને એલન મસ્ક અશક્યને શક્ય બનાવી શકતા હોય, તો મહેનતથી કોઈ પણ શૂન્યમાંથી હીરો બની શકે છે.

આ વીડિયો માત્ર મોટી કમાણીના આંકડાઓને કારણે જ નહીં, પરંતુ તેનાથી મળતા જીવનના મોટા પાઠને કારણે લોકપ્રિય થઈ રહ્યો છે. દુકાનના માલિકે યુવાનોને સંદેશ આપ્યો છે કે દુનિયામાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું, અને નાની શરૂઆત પણ ભવિષ્યમાં મોટી સફળતા અપાવી શકે છે. તેમણે યુવાનોને ડર્યા વગર નાના જોખમો લેવાની અને નિષ્ફળતાથી ઘભરાયા વગર અનુભવ મેળવીને સતત આગળ વધવાની પ્રેરણા આપી છે.

LATEST ARTICLES