JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દેશમાં 1 નવેમ્બરથી બદલાશે જીએસટીના નિયમો, વેપારીઓને મળશે મોટો ફાયદો

Oct 27, 2026 | 14:40 | By JAMNAGAR MIRROR
દેશમાં 1 નવેમ્બરથી બદલાશે જીએસટીના નિયમો, વેપારીઓને મળશે મોટો ફાયદો
સરકાર દ્વારા 26 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1 નવેમ્બરથી જીએસટીના નિયમોમાં મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોથી વેપારીઓને પોસ્ટ-સેલ ડિસ્કાઉન્ટમાં રાહત મળશે અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરનો સામનો કરી રહેલા બિઝનેસમેનોને પ્રોવિઝનલ રિફંડ ઝડપથી મળી રહેશે, જેનાથી બજારમાં રોકડ પ્રવાહ સારો રહેશે.

વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આગામી 1 નવેમ્બરથી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો અમલી બનવા જઈ રહ્યા છે. આ અંગે સરકાર દ્વારા 26 ઓક્ટોબરના રોજ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેની રાહ દેશભરનો વેપારી વર્ગ લાંબા સમયથી જોઈ રહ્યો હતો. આ નવા નિયમોના અમલથી ખાસ કરીને માલ વેચ્યા પછી અપાતા ડિસ્કાઉન્ટ અને ટેક્સ રિફંડની પ્રક્રિયા અત્યંત સરળ થઈ જશે.

સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા 2026-2027ના બજેટમાં આ ખાસ પગલાંઓની જાહેરાત કરવામાં આવી હતી, જેને હવે જમીની સ્તરે લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નવા નિયમો અંતર્ગત મુખ્યત્વે બે મોટી રાહતો આપવામાં આવી છે, જેમાં પોસ્ટ-સેલ ડિસ્કાઉન્ટ સાથે જોડાયેલા જીએસટીના નિયમોને હળવા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે બિઝનેસો ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર એટલે કે કાચા માલ પર વધુ ટેક્સ અને તૈયાર માલ પર ઓછો ટેક્સ ભરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમને હવે પ્રોવિઝનલ રિફંડ ખૂબ જ ઝડપથી મળી જશે.

આ નવા ફેરફારોથી દેશના નાના-મોટા વેપારીઓ અને ઉદ્યોગકારોને બિઝનેસ કરવામાં સરળતા રહેશે તેમજ તેમનું વર્કિંગ કેપિટલ પણ અટવાશે નહીં. ટેક્સ પ્રક્રિયાઓ ઝડપી બનવાથી બિઝનેસમેનોનો સમય અને નાણાં બંને બચશે, જે લાંબા ગાળે દેશના અર્થતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સરકારના આ પગલાથી બજારમાં વ્યાપારિક ગતિવિધિઓ વધુ વેગ પકડશે તેવી પૂરી આશા છે.

LATEST ARTICLES