JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુકેના ગોસપોર્ટ શહેરમાં ગેરકાયદે માઈગ્રન્ટ્સના મુદ્દે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

Oct 27, 2026 | 13:36 | By JAMNAGAR MIRROR
યુકેના ગોસપોર્ટ શહેરમાં ગેરકાયદે માઈગ્રન્ટ્સના મુદ્દે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
યુકેના ગોસપોર્ટમાં માઈગ્રન્ટ્સ બોટના આગમન સામે આશરે 400 લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે સામેપક્ષે યુનિટી માર્ચમાં 100 લોકો જોડાયા હતા. હેમ્પશાયર પોલીસની કડક સુરક્ષા વચ્ચે બંને દેખાવો શાંતિપૂર્ણ રહ્યા હતા અને કોઈની પણ ધરપકડ કરવામાં આવી નહોતી. હસલર ઈમિગ્રેશન સેન્ટરના પુનઃવિકાસ અને માઈગ્રન્ટ્સને રાખવાની યોજના સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રવિવારે યુનાઈટેડ કિંગડમના હેમ્પશાયર સ્થિત ગોસપોર્ટ શહેરમાં નાની બોટ દ્વારા આવી રહેલા ગેરકાયદે માઈગ્રન્ટ્સ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. માઈગ્રન્ટ્સના વિરોધમાં ઉતરેલા આશરે 400 જેટલા લોકોએ શહેરમાં માર્ચ યોજી હતી, તો બીજી બાજુ યુનિટી પ્રોટેસ્ટના નામે લગભગ 100 લોકોએ અલગથી સમર્થનમાં દેખાવો કર્યા હતા. આ બંને વિરોધ પ્રદર્શનોમાં કુલ મળીને આશરે 550 લોકોએ ભાગ લીધો હોવાનો અંદાજ પોલીસે લગાવ્યો હતો. આ તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ચહેરો છુપાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને રાત્રે 20:00 વાગ્યા સુધી ડિસ્પર્સલ ઓર્ડર લાગુ કર્યો હતો જેથી અસામાજિક તત્વો પર કાબૂ રાખી શકાય. માઈગ્રન્ટ્સ વિરોધી જૂચે હસલર ઈમિગ્રેશન રીમુવલ સેન્ટરથી ટાઉન સ્ક્વેર સુધી નિર્ધારિત રૂટ પર માર્ચ કરી હતી, જ્યારે યુનિટી પ્રોટેસ્ટવાળું જૂથ હાઈ સ્ટ્રીટના છેડે જ રહ્યું હતું. પોલીસે બંને વિરોધી જૂથોને એકબીજાથી દૂર રાખીને કોઈપણ સંભવિત ઘર્ષણને સફળતાપૂર્વક ટાળ્યું હતું, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો અને પોલીસે કોઈની ધરપકડ પણ કરવી પડી નહોતી.

આ તમામ વિરોધ પ્રદર્શનોનું મૂળ કારણ વર્ષ 2015થી બંધ પડેલા હસલર ઈમિગ્રેશન સેન્ટરનો પુનઃવિકાસ છે, જ્યાં ડિપોર્ટેશનની રાહ જોઈ રહેલા માઈગ્રન્ટ્સને રાખવાની યોજના છે. અગાઉ 130 માઈગ્રન્ટ્સની ક્ષમતાવાળા આ સેન્ટરમાં વર્તમાન સરકાર દ્વારા વધુ 470 બેડ ઉમેરવાની યોજના જાહેર કરવામાં આવ્યા બાદ વિવાદ વકર્યો છે. તાજેતરના અઠવાડિયાઓમાં ફોર્ટ બ્લોકહાઉસ અને હસલર મરિના પાસે નાની બોટોમાં માઈગ્રન્ટ્સના આગમનને કારણે ગોસપોર્ટ અને પોર્ટ્સમાઉથમાં વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે. આ પ્લાનિંગ એપ્લિકેશન સામે આશરે 500 જેટલી કોમેન્ટ્સ નોંધાઈ છે, જેમાં મોટાભાગના લોકો આ એક્સપાન્શનનો સખત વિરોધ કરી રહ્યા છે.

LATEST ARTICLES