બોલિવૂડ અને સાઉથ સિનેમાના મોસ્ટ ચર્ચામાં રહેલા કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં ચર્ચામાં છે કારણ કે આ જોડી તાજેતરમાં જ પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણની લેટેસ્ટ સીઝનમાં નજર આવી હતી. આ શો દરમિયાન રશ્મિકાએ પોતાના પર્સનલ લાઈફ વિશે ખૂલીને વાત કરી હતી. ખાસ કરીને મહિલાઓની તકલીફ અને મૂડ સ્વિંગ્સ જેવા વિષય પર પતિ વિજયનો સાથ કેવો રહે છે, તે અંગે અભિનેત્રીએ ખૂબ જ સુંદર ખુલાસો કર્યો છે જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
રશ્મિકાએ વાતચીતમાં જણાવ્યું હતું કે લગ્નને લગભગ 8 મહિના થઈ ગયા છે અને આ સમય દરમિયાન વિજય તેનો સૌથી મોટો સપોર્ટ બન્યો છે. તે કઈ માનસિક અને શારીરિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે વિજય સારી રીતે સમજે છે. રશ્મિકાએ કહ્યું કે તે પોતાની લાગણીઓ છુપાવતી નથી પરંતુ સ્પષ્ટ કહી દે છે. જો તેને કારણ વગર ઉદાસી લાગે તો તે વિજયને અગાઉથી જ જણાવી દે છે કે થોડા દિવસોમાં તેને પિરિયડ્સ શરૂૂ થવાના છે અને તે સમયે તેને તેના સાથની જરૂર છે.
એક આદર્શ પતિની જેમ વિજય હંમેશા તેને માનસિક અને શારીરિક કમ્ફર્ટ આપે છે તેમ જણાવતા રશ્મિકાએ ઉમેર્યું હતું કે કોઈ પણ પુરુષ પાસેથી આનાથી વધુ સારી અપેક્ષા ન રાખી શકાય. પિરિયડ્સના દુખાવા અને અસ્વસ્થતા વખતે વિજય તેના પેટ પર હળવા હાથે માલિશ કરે છે એટલું જ નહીં પરંતુ તેના હાથ અને પગને પણ મસાજ કરીને તેને આરામ અપાવવાનો પૂરો પ્રયાસ કરે છે. વિજયનો આ કેરિંગ અંદાજ જોઈને ફેક્ટ્સ જાણીને ચાહકો પણ આ જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
