JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

આયુષ્યમાન ખુરાના અને તાહિરાની દિવાળી પાર્ટીમાં ઉમટ્યા બોલિવૂડના સીતારાખો

Oct 27, 2026 | 13:35 | By JAMNAGAR MIRROR
આયુષ્યમાન ખુરાના અને તાહિરાની દિવાળી પાર્ટીમાં ઉમટ્યા બોલિવૂડના સીતારાખો
દિવાળીના તહેવારની શરૂઆત કરતા બોલિવૂડ કપલ આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપે મુંબઈમાં શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં કરણ જોહર, સારા અલી ખાન અને શિલ્પા શેટ્ટી સહિતના અનેક દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. સવારે 5 વાગ્યા સુધી ચાલેલી આ પાર્ટીમાં સેલિબ્રિટીઓએ ખૂબ જ ધમાકેદાર ડાન્સ અને મસ્તી કરી હતી.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોલિવૂડમાં તહેવારનો માહોલ જામ્યો છે. આ ઉત્સાહમાં વધારો કરતા અભિનેતા આયુષ્માન ખુરાના અને તેમના પત્ની તાહિરા કશ્યપે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. બોલિવૂડના આ લોકપ્રિય કપલના ઘરે યોજાયેલી આ ઉજવણીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપીને પાર્ટીની રોનક વધારી દીધી હતી.

આ સ્ટાર સ્ટડેડ પાર્ટીમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, સારા અલી ખાન, શિલ્પા શેટ્ટી, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા, ટ્વિંકલ ખન્ના, ભૂષણ કુમાર, રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા તેમજ રાજ કુન્દ્રા સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી. આ ઉપરાંત અપારશક્તિ ખુરાના, અપૂર્વ મહેતા, ગુનીત મોંગા અને અમર કૌશિક જેવા પ્રખ્યાત કલાકારો અને નિર્માતાઓએ પણ આ જશ્નમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પાર્ટીની ઝલક શેર કરતા તાહિરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં મહેમાનો તસવીરો માટે પોઝ આપતા અને મસ્તી કરતા નજરે પડે છે. તાહિરાએ જણાવ્યું કે મુંબઈ હવે તેમનું ઘર બની ગયું છે અને અહીંના મિત્રો જ તેમનો પરિવાર છે. સૌએ સવારે 5 વાગ્યા સુધી ડાન્સ કર્યો હતો અને પગ દુખવા લાગ્યા ત્યાં સુધી આ પાર્ટીની ભરપૂર મજા માણી હતી જે તેમના માટે એક ઉત્તમ અનુભવ બની રહ્યો છે.

LATEST ARTICLES