JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

શું ભારતમાં મંદિરની તસવીરવાળી નવી 1000 રૂપિયાની નોટ આવી રહી છે? જાણો સરકારી ખુલાસો

Oct 27, 2026 | 13:00 | By JAMNAGAR MIRROR
શું ભારતમાં મંદિરની તસવીરવાળી નવી 1000 રૂપિયાની નોટ આવી રહી છે? જાણો સરકારી ખુલાસો
સોશિયલ મીડિયા પર પીળા રંગની નવી 1000 રૂપિયાની નોટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે આ નોટ 15 તારીખે માર્કેટમાં આવશે. જોકે, ફેક્ટ ચેક રિપોર્ટમાં આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવવામાં આવ્યો છે અને આરબીઆઈ તરફથી આવી કોઈ જ જાહેરાત કરાઈ નથી.

હાલમાં સોશિયલ મીડિયા પર પીળા રંગની 1000 રૂપિયાની એક નોટના ફોટા અને વિડિયો ભારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં મંદિરનું ચિત્ર છપાયેલું છે. ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર કેટલાક લોકો આ નોટ હાથમાં પકડીને દાવો કરી રહ્યા છે કે આ નવી કરન્સી છે અથવા આગામી 15 તારીખે ચલણમાં આવવાની છે. આ વાયરલ દાવાઓને કારણે સામાન્ય લોકોમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી, કારણ કે વર્ષો પહેલા 1000 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવી હતી. આ મામલે સરકારી એજન્સી દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવી છે જેથી લોકો અફવાઓથી દૂર રહે.

આ વાયરલ દાવાની ગંભીરતા જોતા પીઆઈબી ફેક્ટ ચેક યુનિટે મંગળવારે સ્પષ્ટ કર્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા નવી 1000 રૂપિયાની નોટ બહાર પાડવાની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર ફરતી થયેલી આ તસવીરો અને દાવાઓ તદ્દન ફેક છે. આપણને યાદ જ હશે કે ભારતમાં 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી, જે પછી જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ સરકારે નવી ડિઝાઇન સાથે 500ની નોટ અને બાદમાં 2000ની નોટ લાવી હતી, જે 2023માં પાછી ખેંચી લેવાઈ હતી. હાલમાં દેશમાં માત્ર 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટો જ એક્ટિવ સર્ક્યુલેશનમાં છે.

આ પ્રકારની અફવાઓથી બચવા માટે ફેક્ટ ચેક એજન્સીએ લોકોને ખાસ અપીલ કરી છે કે કોઈપણ મેસેજ કે વીડિયો શેર કરતા પહેલા સત્તાવાર સોર્સ પરથી તેની ખરાઈ ચોક્કસ કરી લેવી. જો કોઈને પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે નવી કરન્સી અંગે શંકાસ્પદ માહિતી મળે, તો તેઓ પીઆઈબીના વોટ્સએપ હેલ્પલાઈન નંબર +91 8799711259 પર અથવા factcheck@pib.gov.in પર મેઈલ કરીને તેની સચોટ માહિતી મેળવી શકે છે અને અફવાઓ ફેલાતી અટકાવી શકે છે.

LATEST ARTICLES