બિગ બોસ 20 ના ઘરનો માહોલ અત્યારે ભારે ચર્ચામાં છે કારણ કે વીકએન્ડ કા વારમાં કાશવી હીરાનંદાનીએ એન્ટ્રી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઘરમાં પહોંચીને તેણે માત્ર પોતાના બોયફ્રેન્ડ સ્કાઉટ એટલે કે તન્મય સિંહનો જ ક્લાસ નથી લીધો, પરંતુ લવ ગિલ પર પણ જોરદાર ગુસ્સો ઠાલવ્યો હતો. કાશવીએ સ્પષ્ટ શબ્દોમાં સ્કાઉટને લવ ગિલથી દૂર રહેવાની સલાહ આપી હતી, જેની સીધી અસર ઘરના સમીકરણો પર જોવા મળી રહી છે અને કાશવીની કેટલીક વાતોથી પરેશાન થઈને લવ ગિલ રડતી પણ નજરે પડી હતી.
આ વિવાદ વચ્ચે જો કાશવી હીરાનંદાનીની ઓળખ અને કારકિર્દીની વાત કરીએ તો તે ઈન્ડિયાની અત્યંત ફેમસ લાઈવ સ્ટ્રીમર, યુટ્યુબર અને ગેમિંગ કન્ટેન્ટ ક્રિએટર છે, જેને દુનિયા 'Kaash Plays' ના નામથી પણ ઓળખે છે. ગેમિંગ કોમ્યુનિટીમાં મોટું નામ ધરાવતી કાશવીએ કન્ટેન્ટ ક્રિએશનમાં આવતા પહેલા કોર્પોરેટ ફાઈનાન્સમાં નોકરી કરી હતી અને ત્યારબાદ ગેમિંગ દુનિયામાં ઝંપલાવ્યું હતું. તે વર્ષ 2022 માં ફીમેલ સ્ટ્રીમર ઓફ ધ યરનો એવોર્ડ પણ પોતાના નામે કરી ચૂકી છે અને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા પણ જબરદસ્ત છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કાશવીની ફેન ફોલોઈંગ લાખોમાં છે, જ્યાં તેને ઈન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન લોકો ફોલો કરે છે જ્યારે તેની યુટ્યુબ ચેનલ પર 1.8 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે અને તેના વીડિયો પર મિલિયન્સમાં વ્યુઝ આવે છે, તો બીજી તરફ તેનો બોયફ્રેન્ડ સ્કાઉટ પણ 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કાશવી હીરાનંદાનીની કુલ સંપત્તિ અંદાજે 30 મિલિયનથી 50 મિલિયન ની આસપાસ છે, જે તે મુખ્યત્વે બ્રાન્ડ પ્રમોશન, સ્પોન્ર્ડ કન્ટેન્ટ અને ટેક તથા લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ સાથેના જોડાણ દ્વારા કમાણી કરે છે.
