JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

મહિન્દ્રા ગ્રુપનો મોટો દાવ, બેંગલુરુમાં 1,250 કરોડના રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું એલાન

Oct 27, 2026 | 12:32 | By JAMNAGAR MIRROR
મહિન્દ્રા ગ્રુપનો મોટો દાવ, બેંગલુરુમાં 1,250 કરોડના રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું એલાન
મહિન્દ્રા લાઈફસ્પેસ દ્વારા બેંગલુરુના ઉત્તર વિસ્તારમાં 10.05 એકર જમીન પર પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ આશરે 1,250 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે અને આગામી 9 મહિનામાં તેનું લોન્ચિંગ કરવામાં આવશે.

મહિન્દ્રા ગ્રુપની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા ડેવલપમેન્ટ આર્મ એવી મહિન્દ્રા લાઈફસ્પેસ ડેવલપર્સે મંગળવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ બેંગલુરુના ઉત્તર વિસ્તારમાં 10.05 એકર જમીનનો ટુકડો સંયુક્ત રીતે વિકસાવવા જઈ રહ્યા છે. આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટની અંદાજિત ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ 1,250 કરોડ રૂપિયા આસપાસ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી આશરે 1 મિલિયન ચોરસ ફૂટ જેટલો સેલેબલ એરિયા ઉપલબ્ધ થશે, જેમાં મુખ્યત્વે પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવશે. એરપોર્ટથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલા આ પ્રોજેક્ટથી શહેરમાં કંપનીની પકડ વધુ મજબૂત બનશે.

આ નવા પ્રોજેક્ટ સાથે ઉત્તર બેંગલુરુના આ વિસ્તારમાં મહિન્દ્રા લાઈફસ્પેસના કુલ 3 પ્રોજેક્ટ થઈ જશે, જેમાં 2025માં હસ્તગત કરેલા અન્ય બે જમીન પ્લોટનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય પ્રોજેક્ટ્સની સંયુક્ત ડેવલપમેન્ટ ક્ષમતા આશરે 3 મિલિયન ચોરસ ફૂટ સેલેબલ એરિયાની છે. આ નવો પ્રોજેક્ટ બેંગલુરુ-હૈદરાબાદ હાઈવે પાસે આવેલો છે, જેની આસપાસ ટેકનોલોજી પાર્ક્સ, કોમર્શિયલ હબ્સ, સ્કૂલ-કોલેજો, હોસ્પિટલ અને શોપિંગ ડેસ્ટિનેશન સરળતાથી મળી રહે છે. કંપનીનું માનીએ તો આગામી સમયમાં અહીં મેટ્રો કનેક્ટિવિટીનો લાભ પણ મળવાનો છે.

આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિકાસ થઈ રહ્યો છે અને હાઉસિંગની ભારે ડિમાન્ડ પણ જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ આ મોટું રોકાણ કર્યું છે. મહિન્દ્રા લાઈફસ્પેસ દ્વારા આ પ્રોજેક્ટનું લોન્ચિંગ આગામી 9 મહિનાની અંદર જ કરી દેવામાં આવશે તેવી યોજના છે. બેંગલુરુના રિયલ એસ્ટેટ માર્કેટમાં આ નવો પ્રોજેક્ટ ઘર ખરીદવા માંગતા લોકો માટે એક મોટો અને આકર્ષક વિકલ્પ સાબિત થશે.

LATEST ARTICLES