સોમવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વોશિંગ્ટન સ્ટેટને પત્ર લખીને 400 કરતા વધુ એવા લોકોના બેલેટ સાઈડમાં રાખવા અપીલ કરી છે, જેમણે યુએસ સિટિઝનશિપ વગર વોટિંગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાની શંકા છે. વોશિંગ્ટન સેક્રેટરી ઓફ સ્ટેટની ઓફિસને મોકલાયેલા આ પત્રમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે આ જ લોકો દ્વારા અગાઉની ચૂંટણીઓમાં 1500 વોટ નંખાયા હતા. આગામી 3 નવેમ્બરની મિડટર્મ ઈલેક્શન પહેલાં સ્ટેટ ઓફિસર્સ આ વોટર્સની યોગ્યતા કન્ફર્મ ન કરે ત્યાં સુધી તેમના બેલેટ અલગ રાખવા જણાવાયું છે. વોશિંગ્ટનમાં કુલ 5 મિલિયનથી વધુ રજીસ્ટર્ડ વોટર્સ છે અને એક્ટિંગ યુએસ એટર્ની નીલ ફ્લોયડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ લીગલ વોટર્સ હોવાનું સાબિત ન થાય ત્યાં સુધી આ પગલું લેવું જરૂરી છે.
આ માગણી સામે વોશિંગ્ટનના સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટીવ હોબ્સે જણાવ્યું હતું કે તેમની ઓફિસ આ ડિમાન્ડની સમીક્ષા કરી રહી છે અને ગયા મહિને જ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તરફથી આશરે 60 સબપોએના મળ્યા છે. સ્ટીવ હોબ્સે ઈમેલ સ્ટેટમેન્ટમાં સ્પષ્ટ કર્યું કે તેઓ વોટર્સની માહિતી પ્રોટેક્ટ કરવા માટે ગંભીર છે અને માત્ર ડ્યુ પ્રોસેસ ફોલો કરતી રિક્વેસ્ટનો જ જવાબ આપશે જેથી વોશિંગ્ટનના નાગરિકો હેરાન ન થાય. કલિફોર્નિયામાં પણ ફેડરલ સરકાર દ્વારા અંદાજે 20,000 શંકાસ્પદ બિન-નાગરિકોના મેઈલ બેલેટ સીકવેસ્ટર કરવાના પ્રયાસો સામે વિવાદ ચાલી રહ્યો છે, જેને કલિફોર્નિયાએ કોર્ટમાં ચેલેન્જ પણ કર્યું છે. ફેડરલ જજ આ મામલે ટાઈમિંગ અને કોન્સ્ટીટ્યુશનલ સત્તાને લઈને સવાલો ઉઠાવી ચૂક્યા છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા બિન-નાગરિક વોટર્સની ઓળખ કરવાના આ પ્રયાસો ખૂબ જ દુર્લભ ઘટનાઓ સાથે જોડાયેલા છે, કારણ કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ ચૂંટણીઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. અગાઉ નેવાડામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 1500 સંભવિત બિન-નાગરિક વોટર્સ હોવાનો દાવો કર્યો હતો પરંતુ તપાસમાં આંકડો ઝીરો આવ્યો હતો. એવી જ રીતે ફોનિક્સના મેરિકોપા કાઉન્ટીમાં 207 શંકાસ્પદો હોવાનું કહેવાયું હતું, પરંતુ કાઉન્ટી એટર્નીની તપાસમાં માત્ર 8 જ લોકો સામે આવ્યા હતા. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે વોશિંગ્ટનને આગામી ઈલેક્શન ડે પહેલાં આવા વધુ શંકાસ્પદોની યાદી મોકલવાની તૈયારી દર્શાવી છે, જોકે આમાંના કેટલાક લોકો હવે નેચરલાઈઝ્ડ સિટિઝન પણ બની ગયા હોઈ શકે છે.
