અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના બાકીના 2 વર્ષ માટે કોંગ્રેસ પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે તે નક્કી કરવા માટે 3 નવેમ્બરે મિડટર્મ ઇલેક્શન યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માત્ર સંસદની બેઠકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં અનેક ગવર્નર અને રાજ્ય સ્તરની પદો માટે પણ મતદાન થવાનું છે. આખી ચૂંટણી પ્રક્રિયા અત્યારે આર્થિક ચિંતાઓ, યુદ્ધના માહોલ, ઇમિગ્રેશન વિવાદો, ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઝડપથી વિકસી રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની અસરો વચ્ચે ખૂબ જ રોમાંચક બની ગઈ છે. ઓક્ટોબર મહિનામાં આવેલા એક સર્વે મુજબ અમેરિકન વોટર્સ માટે આર્થિક મુદ્દાઓ સૌથી મોટો ચિંતાનો વિષય બન્યા છે, જ્યારે સપ્ટેમ્બરના સર્વેમાં ઈરાન સાથેનું યુદ્ધ, જોબ્સ, ટેરિફ, ગેસના ભાવ અને AI રેગ્યુલેશન પણ મતદાનને સીધી અસર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ ચૂંટણીને પ્રભાવિત કરી રહેલા મુખ્ય 5 મુદ્દાઓમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી અને ઇકોનોમીનો છે. સપ્ટેમ્બરમાં ફુગાવાનો દર 3.7 ટકા હતો, પરંતુ વોટર્સ માટે ગેસ, મકાનનું ભાડું, વીજળી, કરિયાણું અને લોન મોંઘી થવી સૌથી મોટી મુશ્કેલી છે. સર્વે અનુસાર 65 ટકા લોકો માને છે કે ટ્રમ્પની આર્થિક નીતિઓથી દેશને નુકસાન થયું છે, જ્યારે ટ્રમ્પના વિરોધીઓ તેમની ટેરિફ નીતિને મોંઘવારી માટે જવાબદાર ગણે છે. આ સિવાય ફેબ્રુઆરીથી ચાલી રહેલા ઈરાન સાથેના યુદ્ધે ઊર્જાના ભાવ વધારી દીધા છે અને માત્ર 34 ટકા લોકો જ ટ્રમ્પની આ બાબતની કામગીરીથી ખુશ છે. બીજો મોટો મુદ્દો ઇમિગ્રેશનનો છે, જ્યાં સામૂહિક ડિપોર્ટેશનની નીતિ અને ICE ઓપરેશન્સને કારણે વિવાદ સર્જાયો છે અને 55 ટકા લોકો તેની વિરુદ્ધ છે, ખાસ કરીને લેટિનો વોટર્સમાં સરકાર સામે ભારે નારાજગી છે.
ચૂંટણીમાં પાંચમો મોટો મુદ્દો AI અને સરકારી ઈન્ટીગ્રીટીનો છે. પ્રમુખ ટ્રમ્પ પોતે જ આ ચૂંટણીના કેન્દ્રમાં છે અને 66 ટકા લોકોને તેમની પારદર્શિતા પર શંકા છે કે તેઓ પરિવારના બિઝનેસને ફાયદો કરાવવા પદનો ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ AI માત્ર લેપટોપ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પણ જોબ લોસ, સેફ્ટી અને ડેટા સેન્ટર્સ માટે વીજળી-પાણીના પ્રશ્નોને કારણે તે રાજકારણનો મોટો મુદ્દો બન્યું છે. ડેમોક્રેટ્સે જીત્યા બાદ ટ્રમ્પના બિઝનેસ ડીલ્સની તપાસનું વચન આપ્યું છે. ટ્રાન્સજેન્ડર રાઇટ્સ અને હેલ્થકેર જેવા મુદ્દાઓ પણ પક્ષો માટે વોટ મેળવવાના સાધનો બન્યા છે, ત્યારે 3 નવેમ્બરનું આ પરિણામ અમેરિકાનું આગામી રાજકીય ભવિષ્ય નક્કી કરશે.
