અમેરિકાના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે મિડટર્મ ઈલેક્શનને હવે માત્ર 1 અઠવાડિયું જ બાકી છે. આ માહોલ વચ્ચે પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક મોટી જાહેરાત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ વોટર ફ્રોડ એટલે કે મતદાનમાં ગેરરીતિની માહિતી આપશે અને જેનાથી કોઈની ધરપકડ તથા સજા થાય, તો તેને 1 મિલિયન ડોલરનું બોનસ આપવામાં આવશે. ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારની જાહેરાતથી રાજકીય ગલિયારોમાં ભારે ચર્ચા જાગી છે.
હાલના ઓપિનિયન પોલ્સના આંકડા મુજબ આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે પરિસ્થિતિ થોડી મુશ્કેલ સાબિત થઈ શકે તેમ છે. આ જ કારણ છે કે ચૂંટણી ટાણે મતદાનની પારદર્શિતા અને વોટર ફ્રોડનો મુદ્દો જોરશોરથી ઉછાળવામાં આવી રહ્યો છે. રિપબ્લિકન પાર્ટીની સ્થિતિ મજબૂત કરવા અને ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ 1 મિલિયન ડોલરનું ઈનામું એલાન કરવામાં આવ્યું છે, જેથી લોકો પણ જાગૃત થઈને સામે આવે.
આ કડક પગલા અને જાહેરાતની સીધી અસર આગામી મિડટર્મ ઈલેક્શન પર પડવાની પૂરી શક્યતા છે. એક તરફ જ્યાં બંને પાર્ટીઓ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે આ મોટી રકમનું બોનસ વોટર ફ્રોડ કરનારાઓ માટે ફાાંસો સાબિત થઈ શકે છે. આનાથી ચૂંટણી પ્રક્રિયા વધુ સઘન બનશે અને આગામી દિવસોમાં અમેરિકન પોલિટિક્સમાં આ મુદ્દો શું રંગ લાવે છે તે તો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે.
