JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એઆઈ કંપની Anthropic લાવવા જઈ રહી છે મોટો આઈપીઓ, માર્કેટમાં ભારે ચર્ચા

Oct 27, 2026 | 08:20 | By JAMNAGAR MIRROR
એઆઈ કંપની Anthropic લાવવા જઈ રહી છે મોટો આઈપીઓ, માર્કેટમાં ભારે ચર્ચા
પ્રખ્યાત ક્લોડ એઆઈ બનાવનાર કંપની Anthropic હવે પબ્લિક માર્કેટમાં એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહી છે. આ આઈપીઓનું વેલ્યુએશન આશરે 1.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે, જેની પાછળ કંપનીના જબરદસ્ત ગ્રોથની સાથે મોટા ખર્ચ અને નુકસાનના આંકડા પણ સામે આવ્યા છે.

ટેક્નોલોજી જગતમાં અત્યારે સૌથી મોટી ચર્ચા એઆઈ મોડેલ બનાવનાર કંપની Anthropic ના આવનારા આઈપીઓની થઈ રહી છે. કંપનીએ ANT ટિકિટ હેઠળ આઈપીઓ માટે ફાઈલિંગ કરી દીધું છે અને ટૂંક સમયમાં જ તેના શેર્સ માર્કેટમાં આવશે. આ લિસ્ટિંગથી સામાન્ય રોકાણકારોને પણ એઆઈ સેક્ટરમાં રોકાણ કરવાની મોટી તક મળશે. જો કે, કંપનીની શાનદાર સફળતાની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો તોતિંગ ખર્ચ અને ભવિષ્યના ગ્રોથને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જેથી રોકાણકારોએ બજારમાં ઝંપલાવતા પહેલા કેટલાક મહત્ત્વના આંકડાઓ પર ખાસ નજર રાખવી પડશે.

આ આઈપીઓ સાથે જોડાયેલા 5 મોટા આંકડાઓ રોકાણકારો માટે ખૂબ જ મહત્ત્વના છે. સૌથી પહેલા વાત કરીએ તો, કંપનીનું સંભવિત વેલ્યુએશન 1.5 ટ્રિલિયન ડોલર આંકવામાં આવ્યું છે, જે અગાઉ 2 ટ્રિલિયન ડોલર સુધી ચર્ચામાં હતું પરંતુ આર્થિક રિપોર્ટ બાદ તેમાં થોડો ઘટાડો થયો છે. આ ઉપરાંત કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 45 ટકાના જમ્પ સાથે 16.8 બિલિયન ડોલરની કમાણી કરી છે, જે દર્શાવે છે કે બિઝનેસમાં ક્લોડ એઆઈની ડિમાન્ડ કેટલી ઝડપથી વધી રહી છે. બીજી તરફ, કંપનીને 2025માં આશરે 42 બિલિયન ડોલરનું નેટ લોસ થયું છે, જેમાં 34 બિલિયન ડોલરનો એકાઉન્ટિંગ ચાર્જ સામેલ છે અને ઓપરેટિંગ લોસ પણ 8 બિલિયન ડોલરથી વધુ રહ્યો છે. આટલું જ નહીં, એઆઈ મોડેલ્સ તૈયાર કરવા માટે કંપનીએ આવનારા વર્ષમાં ક્લાઉડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 518 બિલિયન ડોલરનો જબરદસ્ત ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સાથે જ, 2025માં કંપનીના કુલ વેચાણના 47 ટકા હિસ્સા માટે એમેઝોન અને ગૂગલ જેવા મોટા ક્લાઉડ પાર્ટનર્સ પર નિર્ભર રહેવું પડ્યું છે, જે એક મોટું જોખમ પણ કહી શકાય.

આ આઈપીઓ એઆઈ સેક્ટરમાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે એક મોટી તક તો છે જ, પરંતુ સાથે તે એક મોટો પડકાર પણ સાબિત થઈ શકે છે. ટ્રિલિયન ડોલરના વેલ્યુએશનવાળી આ કંપની ભવિષ્યમાં તેના તોતિંગ ખર્ચ સામે કેવો ઓપરેટિંગ નફો રળવામાં સફળ રહે છે તેના પર બધાની નજર રહેશે. ભાગીદારીમાં જોખમ અને ગ્રાહકોની ઘટેલી સંખ્યા જેવી બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેથી રોકાણકારોએ કંપનીના ફાઇનાન્શિયલ ગ્રોથ, માર્કેટ વેલ્યુ અને ટેક્નોલોજીના બદલાતા પ્રવાહને બારીકાઈથી ચકાસ્યા પછી જ અંતિમ નિર્ણય લેવો જોઈએ.

LATEST ARTICLES