JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

પ્રખ્યાત મ્યુઝિશિયન નીલ યંગે ડોનાલ્ડ ટ્રમ્પ સામે 10 મિલિયન ડૉલરનો દાવો ઠોક્યો

Oct 27, 2026 | 08:30 | By JAMNAGAR MIRROR
પ્રખ્યાત મ્યુઝિશિયન નીલ યંગે ડોનાલ્ડ ટ્રમ્પ સામે 10 મિલિયન ડૉલરનો દાવો ઠોક્યો
અમેરિકાના દિગ્ગજ મ્યુઝિશિયન નીલ યંગે પોતાના ફેમસ ગીતનો વગર પરવાનગીના ઉપયોગ બદલ ડોનાલ્ડ ટ્રમ્પની પોલિટિકલ કમિટી વિરુદ્ધ 10 મિલિયન ડૉલરનો કેસ કર્યો છે. અગાઉ 2020માં પણ આ જ ગીત બાબતે કાનૂની લડાઈ લડાઈ ચૂકેલા યંગનો આરોપ છે કે ટ્રમ્પની ટીમે અગાઉના સમૌતાનું ઉલ્લંઘન કરીને ફરીથી રેલીઓમાં આ ગીત વગાડ્યું છે.

મ્યુઝિક જગતમાં અત્યારે એક મોટી ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં જાણીતા મ્યુઝિશિયન નીલ યંગે ડોનાલ્ડ ટ્રમ્પના પોલિટિકલ એક્શન ગ્રુપ 'ટ્રમ્પ 47 કમિટી ઇન્ક.' વિરુદ્ધ સોમવારે 10 મિલિયન ડૉલરનો જંગી કાનૂની દાવો માંડ્યો છે. નીલ યંગનો મુખ્ય આરોપ છે કે ટ્રમ્પની ટીમે મિડટર્મ ઇલેક્શન રેલીઓમાં એન્ટ્રી મ્યુઝિક તરીકે તેમના સુપરહિટ ગીત 'રોકિન ઇન ધ ફ્રી વર્લ્ડ'નો વગર પરવાનગી અને ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો છે. ટ્રમ્પ વિરુદ્ધ આ ગીતના અનઓથોરાઇઝ્ડ ઉપયોગનો આ બીજો કેસ છે, કારણ કે આ પહેલાં 2020માં પણ નીલ યંગે કોર્ટમાં કેસ કર્યો હતો જે બાદમાં સેટલમેન્ટથી પૂરો થયો હતો, પરંતુ હવે ફરીથી નિયમો તોડવામાં આવ્યા છે.

આ કેસની વિગતો આપતા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે 1989નું આ ક્લાસિક ગીત અમેરિકન રાજકારણના પોકળ વચનો અને ગરીબો તેમજ બેઘર લોકોની વાસ્તવિક મુશ્કેલીઓ વચ્ચેની ખાઈને ઉજાગર કરતું એક શાનદાર એન્થમ છે. ગીતના બોલ સમાજની કડવી વાસ્તવિકતા અને રસ્તા પરની સ્થિતિ બતાવે છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ જે વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે તેનાથી બિલકુલ વિપરીત છે. દાવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ પોતે સારી રીતે જાણતા હતા કે આ ગીત વગાડવા માટે લાયસન્સ લેવું અનિવાર્ય છે અને નીલ યંગે ક્યારેય આ ગીત વાપરવા માટે કોઈ પરવાનગી આપી નથી અને આપશે પણ નહીં, કારણ કે યંગ હંમેશાં જાહેરમાં ટ્રમ્પના વિરોધી રહ્યા છે.

આ કાનૂની લડાઈની મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને પોલિટિક્સ બંને ક્ષેત્રોમાં વ્યાપક અસરો જોવા મળી રહી છે, કારણ કે મોટા સેલેબ્સ અને પોલિટિશિયન્સ વચ્ચે કોપીરાઈટ અને સોન્ગ રાઇટ્સના મામલાઓ હવે વધુ ગંભીર બની રહ્યા છે. નીલ યંગ શરૂઆતથી જ ટ્રમ્પની નીતિઓના ખુલ્લા વિરોધમાં સૌથી આગળ રહેનારા આર્ટિસ્ટ્સ પૈકી એક છે. અગાઉ થયેલા સેટલમેન્ટની શરતોને તોડીને ફરીથી રેલીઓમાં ગીત વગાડવાના આ નવા વિવાદ બાદ આગામી દિવસોમાં કોર્ટમાં આ મામલે શું નવો વળાંક આવે છે અને ટ્રમ્પની ટીમ તરફથી શું સત્તાવાર સ્પષ્ટતા આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

LATEST ARTICLES