આજના આધુનિક સમયમાં ટેકનોલોજી આપણી દિનચર્યાની સાથે બિઝનેસ કરવાની રીત પણ બદલી રહી છે, જેમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગની દુખભરી રમત પલટી નાખી છે. ઓપ્ટિમાઈઝ જીઈઓ (Optimise GEO) ના કો-ફાઉન્ડર કિર્તિગા રેડ્ડીના મતે, હવે બ્રાન્ડને શોધવાની અને ગ્રાહકો સુધી પહોંચવાની જૂની પદ્ધતિઓ પાછળ રહી ગઈ છે. પરંપરાગત સર્ચ એન્જિન પર આધાર રાખવાને બદલે દુનિયા હવે એઆઈ-પાવર્ડ ડિસ્કવરી તરફ આગળ વધી રહી છે, જે ડિજિટલ માર્કેટિંગના ભવિષ્યને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.
આ બદલાતા સમયમાં જનરેટિવ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (GEO) નું મહત્વ અત્યંત ઝડપથી વધી રહ્યું છે, જે કંપનીઓ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. અગાઉ માર્કેટિંગ નિષ્ણાતો માત્ર એ વાત પર ધ્યાન આપતા હતા કે ગૂગલ કે અન્ય સર્ચમાં તેમની બ્રાન્ડ કેટલામાં નંબરે રેન્ક કરે છે, પરંતુ હવે સમય બદલાયો છે. કિર્તિગા રેડ્ડીના જણાવ્યા અનુસાર, આજનો ગ્રાહક જ્યારે કોઈ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવાનો નિર્ણય લે છે, ત્યારે તે સીધો એઆઈ ટૂલ્સની મદદ લે છે. આ સંજોગોમાં મુખ્ય સવાલ એ નથી બન્યો કે તમારી બ્રાન્ડ કયા સ્થાન પર દેખાય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું એઆઈ ખુદ તમારી બ્રાન્ડની ભલામણ ગ્રાહકને કરે છે કે નહીં.
આગામી સમયમાં બ્રાન્ડ લીડરશિપ અને માર્કેટમાં ટકી રહેવા માટે કંપનીઓએ ટેકનોલોજીની સાથે ગ્રાહકોના ભરોસાને પણ જીતવો પડશે. ભવિષ્યના આ ડિજિટલ યુગમાં જે કંપનીઓ ગ્રાહકોમાં પોતાની વિશ્વસનિયતા અને ક્રેડિબિલિટી સ્થાપિત કરવામાં સફળ રહેશે, તે જ માર્કેટમાં રાજ કરશે. એઆઈ માત્ર બ્રાન્ડ શોધવાની રીત જ નથી બદલી રહ્યું, પરંતુ ગ્રાહક અને કંપની વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેને અપનાવવું હવે દરેક બિઝનેસ માટે અનિવાર્ય બની ગયું છે.
