અમેરિકાના રાજકારણમાં હાલમાં એક નાટકિય અને વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં દેશના પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિંટને એક ખાનગી પૂછપરછ દરમિયાન પોતાનોા આપા ખોઈ દીધો હતો. રિપબ્લિકન પાર્ટીના લોમેકર્સ દ્વારા જેફ્રી એપસ્ટીન સાથેના કથિત સંબંધો અંગે એક પછી એક તીખા સવાલો પૂછવામાં આવી રહ્યા હતા, ત્યારે માહોલ ખૂબ જ તંગ બન્યો હતો. આ દરમિયાન અચાનક એક કોન્ફિડેન્શિયલ ફોટો લીક થતા મામલો વધુ વણસ્યો હતો અને વાત એટલી વધી ગઈ કે હિલેરી ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયા હતા.
હાઉસ ઓવરસાઈટ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આ વીડિયો ક્લિપ્સમાં જોઈ શકાય છે કે હિલેરી ક્લિંટને ગુસ્સામાં ટેબલ પર જોરથી હાથ પછાડ્યો, મોટેથી બૂમ પાડી કે હું પતી ગયું છે એટલે કે આઈ એમ ડન અને ક્ષણભર માટે ત્યાંથી ચાલ્યા ગયા હતા. બંધ બારણે ચાલેલી આ પૂછપરછમાં રાજકીય તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હતો. જીદ પર અડેલા રિપબ્લિકન સાંસદોના આક્રમક વલણ સામે હિલેરી દબાણ હેઠળ મુકાયા હતા અને તેમનો આ ગુસ્સો કેમેરામાં કેદ થઈ ગયો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ભારે રાજકીય હલચલ મચી ગઈ છે અને સોશિયલ મીડિયા પર આ ટેસ્ટિમોનીનો આ વીડિયો વાયરલ થતાં ચર્ચાઓનું પૂર આવ્યું છે. એક તરફ જ્યાં વિરોધીઓ આ મામલે સવાલો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ આ હાઈ-વોલ્ટેજ ડ્રામાએ અમેરિકન પોલિટિક્સમાં ગરમાવો લાવી દીધો છે. પ્રેશરમાં પણ હિલેરીના આ પ્રત્યુત્તરે દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા પૂરા એંધાણ છે.
