JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકનો શાનદાર દેખાવ, ક્વાર્ટર 2માં નેટ પ્રોફિટ 42% ઉછળ્યો

Oct 26, 2026 | 22:45 | By JAMNAGAR MIRROR
તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકનો શાનદાર દેખાવ, ક્વાર્ટર 2માં નેટ પ્રોફિટ 42% ઉછળ્યો
ચેન્નાઈ સ્થિત પ્રાઇવેટ સેક્ટરની તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકે ક્વાર્ટર 2માં અત્યાર સુધીનો સૌથી વધુ 451 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. બેંકની એડવાન્સિસ અને કુલ બિઝનેસમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ કોર બિઝનેસની મજબૂતી છે.

તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક (TMB) દ્વારા સોમવારે નાણાકીય વર્ષ 2026-27ના ક્વાર્ટર 2 માટેના શાનદાર નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા આ ક્વાર્ટરમાં બેંકે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 42 ટકાના જોરદાર ઉછાળા સાથે 451 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે ગત વર્ષે આ જ ક્વાર્ટરમાં 318 કરોડ રૂપિયા હતો. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સલી એસ નાયરે જણાવ્યું હતું કે બેંકનો આ નેટ પ્રોફિટ અત્યાર સુધીનો સૌથી વધુ છે અને તે મુખ્યત્વે કોર બિઝનેસ તથા નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં થયેલા મજબૂત વધારાને આભારી છે.

બેંકની આ નાણાકીય પ્રગતિની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે ક્વાર્ટર 2માં બેંકની કુલ એડવાન્સિસ 29.3 ટકા વધીને 60,691 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 46,930 કરોડ રૂપિયા હતી. આ સાથે જ 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં બેંકનો કુલ બિઝનેસ વધીને 1,30,237 કરોડ રૂપિયા થઈ ગયો છે. બેંકની એસેટ ક્વોલિટી પણ મજબૂત રહી છે, જેમાં ક્રેડિટ કોસ્ટ નિયંત્રણમાં છે અને કોસ્ટ ટૂ ઇન્કમ રેશિયો પણ 40 ટકાથી નીચે જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત, આ પ્રાઇવેટ લેન્ડરે FCNR(B) દ્વારા 51.9 મિલિયન ડોલર ફંડ પણ એકત્ર કર્યું છે.

આગામી રણનીતિ વિશે વાત કરતા બેંકના ટોચના અ અધિકારીએ જણાવ્યું હતું કે બેંકે હવે વિદેશી બજારો સાથે સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે. વિદેશી લિંકેજ મજબૂત કરવા માટે બેંક સિંગાપોર, મલેશિયા અને દુબઈ એમ 3 સેન્ટર્સ પર નજર દોડાવી રહી છે. બેંકની આ મજબૂત આર્થિક સ્થિતિ અને વિદેશી વિસ્તરણની યોજનાઓને કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LATEST ARTICLES