JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

આંધ્રપ્રદેશ લોકલ બોડી ઇલેક્શનમાં હાઇવોલ્ટેજ ડ્રામા, YSRCP પહોંચી સુપ્રીમ કોર્ટ

Oct 26, 2026 | 22:38 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશ લોકલ બોડી ઇલેક્શનમાં હાઇવોલ્ટેજ ડ્રામા, YSRCP પહોંચી સુપ્રીમ કોર્ટ
આંધ્રપ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટી YSRCPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રિટાયર્ડ જજની દેખરેખ હેઠળ કમિટી બનાવવાની માગ કરી છે. પાર્ટીએ હિંસા અને બિનહરીફ વિજય અટકાવવા માટે CCTV ફૂટેજ જાહેર કરવાની પણ અપીલ કરી છે.

આંધ્રપ્રદેશમાં લોકલ બોડી ઇલેક્શનનો માહોલ ગરમાયો છે અને વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. વિપક્ષી પાર્ટી YSRCP દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાની માગ કરવામાં આવી છે. પાર્ટીએ સ્ટેટ ઇલેક્શન કમિશનને એવા નિર્દેશ આપવાની પણ માંગ કરી છે કે જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈપણ ઉમેદવારને બિનહરીફ વિજયી જાહેર કરવામાં ન આવે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે, તે પહેલાં YSRCPએ કોર્ટમાં નવા દસ્તાવેજો, વિડિયો અને ફોટોગ્રાફ્સ રજૂ કરીને ચૂંટણીમાં ગેરરીતિ થયાના ગંભીર આરોપો લગાવ્યા છે.

YSRCPનો દાવો છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મોટાપાયે હિંસા થઈ છે, જેના કારણે અર્બન લોકલ બોડી ઇલેક્શનમાં 455 અને ZPTC તથા MPTCની ચૂંટણીઓમાં 1680 ઉમેદવારોને નોમિનેશન ભરતા અટકાવવામાં આવ્યા હતા. પાર્ટીએ એવું પણ જણાવ્યું છે કે રૂલિંગ પાર્ટીના લોકોએ ખોટા નોમિનેશન દાખલ કર્યા છે અને બોગસ લોકો દ્વારા YSRCPના 455 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેવામાં આવ્યા છે. આ ગરરીતિઓને રોકવા માટે પાર્ટીએ નોમિનેશન, સ્ક્રીનિંગ અને વિડ્રોઅલ પ્રોસેસ પર રિટાયર્ડ જજની પેનલ દ્વારા નજર રાખવાની સાથે સાથે વિવાદિત સેન્ટરોના CCTV ફૂટેજ પણ પબ્લિક કરવાની માગ કરી છે. આ મામલે અગાઉ SEC દ્વારા 19માંથી 4 મ્યુનિસિપાલિટીમાં નોમિનેશનની તારીખ લંબાવવામાં આવી હતી, પરંતુ હવે વિપક્ષે તમામ પ્રભાવિત વિસ્તારોમાં નોમિનેશનની ડેડલાઇન વધારવાની માંગ દોહરાવી છે.

આ રાજકીય ધમાસાણ વચ્ચે શાસક પક્ષ TDPએ પણ જૂના વિવાદો અને પત્રોનો હવાલો આપીને પલટવાર કર્યો છે. TDPએ 18 માર્ચ 2020ના રોજ તત્કાલીન સ્ટેટ ઇલેક્શન કમિશનર N રમેશ કુમાર દ્વારા હોમ સેક્રેટરીને લખાયેલા એ પત્રનો ઉલ્લેખ કર્યો છે જેમાં તે સમયના મુખ્ય પ્રધાન વાય. એસ. જગનમોહન રેડ્ડી પર પક્ષપાતી ભાષા વાપરવા અને ધમકી આપવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. હાલના વિવાદમાં મુખ્ય પ્રધાનના એક નિવેદનને પણ અરજીમાં ટાંકવામાં આવ્યું છે જેમાં તેમણે લોકલ બોડી ઇલેક્શનની હિંસા અંગે લોકશાહીમાં આવી બાબતો અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી પર આખા રાજ્યની નજર છે કારણ કે આ રાજકીય ઘમાસાણ વચ્ચે ચૂંટણી પંચ અને અદાલતના વલણથી જ આગામી સમયમાં ચૂંટણીનું ભવિષ્ય નક્કી થશે.

LATEST ARTICLES