દિવાળીના સમયમાં જ પ્રકૃતિએ પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે અરનાબ નામનું વાવાઝોડું આગામી 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની પૂરી શક્યતા છે. આ વાવાઝોડું દરિયામાં જ વધુ મજબૂત બનીને એક અત્યંત ગંભીર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ શકે છે. હવામાન ખાતાના રિપોર્ટ મુજબ આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે એટલે કે 115થી 125 કિમી પ્રતિ કલાક અને ક્યારેક તો પવનોના સપાટા 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે મોટું નુકસાન પહોંચાડી શકે છે.
આ ભયાનક વાવાઝોડાની આગાહી મળતા જ તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને ઓડિશા રાજ્યમાં વહીવટી તંત્ર પૂરતા સ્તરે એલર્ટ મોડ પર આવી ગયું છે. બંને રાજ્યોના મુખ્ય પ્રધાનોએ તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને સ્થાનિક પ્રશાસનને રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપી દીધી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને કોઈપણ અણબનાવને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે જેથી પળેપળની સ્થિતિ પર નજર રાખી શકાય.
આ વાવાઝોડાની અસર માત્ર દરિયાકાંઠા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની સાથે ભારે વરસાદ પડવાની પણ પૂરી સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની કડક સૂચના આપી દીધી છે. પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાય નહીં પરંતુ પૂરી સાવચેતી રાખે અને સરકારી સૂચનાઓનું પાલન કરે. આ વાવાઝોડું કેટલું નુકસાન કરશે તે તો સમય જ કહેશે, પરંતુ અત્યારની સ્થિતિ જોઈને લાગે છે કે તંત્ર અને પ્રજા બંનેએ મોટી મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
