કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર આવ્યા છે. વર્ષ 2018માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કથિત વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાંથી કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદમાં કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે.
વિગતવાર વાત કરીએ તો, આ મામલો વર્ષ 2018નો છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક સભા દરમિયાન અમિત શાહ વિરુદ્ધ કેટલાક નિવેદનો આપ્યા હતા. આ નિવેદનોને લઈને ભાજપના સમર્થકો અને નેતાઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ છેલ્લા કેટલાક સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને બંને પક્ષો વચ્ચે દલીલોનો દોર ચાલ્યો હતો.
આજે સુનાવણી દરમિયાન કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધીને દોષમુક્ત જાહેર કર્યા છે. રાજકીય મોરચે આ ચુકાદો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ સામેના આવા કેસો પર દેશભરના લોકોની નજર રહેતી હોય છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસ છાવણીમાં પણ રાહતનો શ્વાસ લીધો છે.
