JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

46 ઇંચથી 26 થઈ જશે કમર… માખણની જેમ પીગળી જશે પેટની ચરબી, રોજ પીવો આ પાણી

Oct 26, 2026 | 11:45 | By JAMNAGAR MIRROR
46 ઇંચથી 26 થઈ જશે કમર… માખણની જેમ પીગળી જશે પેટની ચરબી, રોજ પીવો આ પાણી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લવિંગ અને તજના પાણીથી માત્ર 15 દિવસમાં કમરનું કદ અડધું થઈ જવાનો દાવો સાવ ખોટો છે. નિષ્ણાતોના મતે કોઈપણ વૈજ્ઞાનિક આધાર વિનાના આ પ્રકારના ચમત્કારી દાવાઓથી દૂર રહેવું જોઈએ અને વજન ઘટાડવા માટે યોગ્ય ડાયેટ તથા કસરત જ એકમાત્ર સાચો રસ્તો છે.

આજકાલ સોશિયલ મીડિયા ખોલો એટલે વજન ઘટાડવાના અવનવા નુસ્ખા અને ચમત્કારી વીડિયો આંખ સામે આવી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રોજ સવારે લવિંગ અને તજનું પાણી પીવાથી માત્ર 15 દિવસમાં પેટની ચરબી માખણની જેમ ઓગળી જાય છે અને કમરનું કદ સીધું 46 ઇંચથી ઘટીને 26 ઇંચ થઈ જાય છે. સાંભળવામાં આ વાત ભલે આકર્ષક લાગતી હોય, પણ વાસ્તવિકતા એ છે કે આ દાવા પાછળ કોઈ જ વૈજ્ઞાનિક પુરાવા નથી. એક કપ પાણીમાં લવિંગ અને તજ ઉકાળીને ખાલી પેટે પીવાથી રાતોરાત કે માત્ર 15 દિવસમાં શરીરનો આકાર બદલાઈ જાય તેવી વાતોમાં કોઈ તથ્ય નથી. ઉલટાનું, તજ અને લવિંગનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

સોશિયલ મીડિયાના આ વાયરલ નુસ્ખા પાછળ એવી દલીલ કરવામાં આવે છે કે આ મસાલાની સુગંધ મીઠાઈ ખાવાની ઈચ્છા ઘટાડે છે. પરંતુ વારંવાર ભૂખ લાગવા પાછળ અનિયમિત ખાવાની આદતો, પૂરતી ઊંઘ ન મળવી, માનસિક તણાવ કે શરીરમાં પોષક તત્વોની ઉણપ જેવા અનેક કારણો જવાબદાર હોય છે. તેથી માત્ર એક ખાસ પીણા પર ભરોસો રાખીને બેસી રહેવાથી વજન ઓછું નહીં થાય. શરીરની ચરબી ઘટાડવા માટે કોઈ શોર્ટકટ કામ નથી કરતો. જો તમારે ખરેખર ફિટ રહેવું હોય તો ખાવા-પીવાની આદતોમાં બદલાવ લાવવો પડશે. રોજિંદા આહારમાં દાળ, કઠોળ, લીલાં શાકભાજી, ફળો અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો અનિવાર્ય છે, જ્યારે બહારનો પ્રોસેસ્ડ ખોરાક અને ગળ્યા પીણાંથી દૂર રહેવું પડે છે.

વજન ઘટાડવાની આ સફરમાં કોઈ એક નિયમ બધા માટે સરખો કામ નથી કરતો, કારણ કે દરેક વ્યક્તિના શરીરની રચના અને મેટાબોલિઝમ અલગ હોય છે. વજન ઘટાડવા માટે સંતુલિત આહારની સાથે નિયમિત ચાલવું, સાઇકલ ચલાવવી કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેવી કસરતો કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ કે લીવરની કોઈ બીમારી હોય અથવા તમે કોઈ નિયમિત દવાઓ લેતા હો, તો ડૉક્ટરની સલાહ વગર આવા ગરમ મસાલાવાળા પાણીનું સેવન ભારે પડી શકે છે, કારણ કે તજની વધુ માત્રા લીવરને નુકસાન પહોંચાડી શકે છે. ટૂંકમાં કહીએ તો, સોશિયલ મીડિયા પર દેખાતા ઝડપી વજન ઘટાડવાના ભ્રામક દાવાઓ પર આંખ બંધ કરીને ભરોસો કરવાને બદલે પૂરતી ઊંઘ, ઓછો તણાવ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને જ લાંબા ગાળે સ્વસ્થ રહી શકાય છે.

LATEST ARTICLES