JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મમતા બેનરજીને મોટી જીત, કલકત્તા હાઈકોર્ટે રદ કરી રીતબ્રત બેનરજીની વિપક્ષી નેતા તરીકેની નિમણૂક

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મમતા બેનરજીને મોટી જીત, કલકત્તા હાઈકોર્ટે રદ કરી રીતબ્રત બેનરજીની વિપક્ષી નેતા તરીકેની નિમણૂક
કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રીતબ્રત બેનરજીની વિપક્ષના નેતા તરીકેની નિમણૂકને ગેરકાયદેસર ઠેરવીને રદ કરી છે. કોર્ટે વિધાનસભાના સ્પીકરને આ મામલે પુનર્વિચાર કરીને નવો તર્કબદ્ધ આદેશ જારી કરવાનો આદેશ આપ્યો છે, જે મમતા બેનરજી માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓ બાદ, સ્પીકર રતીન્દ્ર બોસે તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જૂથના નેતા રીતબ્રત બેનરજીને વિધાનસભામાં વિપક્ષના નેતા અને અખરુઝ્ઝમાનને મુખ્ય દંડક તરીકે માન્યતા આપી હતી. આ વિવાદાસ્પદ નિર્ણયને પડકારતા તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને મમતા બેનરજી તથા અભિષેક બેનરજીની નજીકના ગણાતા સોવનદેબ ચટ્ટોપાધ્યાયે કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે ન્યાયાધીશ કૃષ્ણ રાવની બેન્ચે સ્પીકરના અગાઉના નિર્ણયને કાયદાકીય રીતે ટકી ન શકે તેવો ગણાવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયા પર નવેસરથી વિચારણા કરવા જણાવ્યું હતું.

આ અગાઉ હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે વચગાળાની વ્યવસ્થા તરીકે રીતબ્રત બેનરજી અને અખરુઝ્ઝમાનને બે મહિના સુધીત પોતપોતાના પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપી હતી. જો કે, આ વચગાળાનો સમયગાળો ૧૮ ઓક્ટોબરે પૂર્ણ થયા બાદ, સોવનદેબ ચટ્ટોપાધ્યાય ફરીથી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે સમયમર્યાદા પૂરી થયા પછી અને મુદત લંબાવવામાં ન આવી હોવાથી બંને નેતાઓને પદ પર રહેવાનો કોઈ કાયદેસરનો અધિકાર નથી. અરજીમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ નેતાઓ કોઈ પણ કાનૂની સત્તા વગર વિપક્ષી નેતા અને મુખ્ય દંડક તરીકે મળતી સરકારી સુવિધાઓનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહ્યા છે.

અદાલતના આ તાજેતરના નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે અને તેને શાસક તૃણમૂલ કોંગ્રેસ માટે એક મોટી કાયદેસરની અને રાજકીય જીત તરીકે જોવામાં આવી રહી છે. સ્પીકરે હવે કોર્ટના નિર્દેશ અનુસાર આ સમગ્ર વિવાદ પર પુનર્વિચાર કરીને યોગ્ય આદેશ પાસ કરવાનો રહેશે, જેના પર સમગ્ર રાજ્યની રાજકીય નજર ટકેલી છે. આ ઘટનાક્રમથી વિધાનસભાની અંદર વિપક્ષી સમીકરણો અને નેતૃત્વની સ્થિતિમાં મોટો ફેરફાર થવાની પૂરી સંભાવના છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES