JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

આટકોટમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર સસરા અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આટકોટમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર સસરા અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
રાજકોટ જિલ્લાના આટકોટમાં રાશનકાર્ડ માગવા બાબતે પરિણીતા પર હુમલો કરી જીવલેણ ધમકી આપનાર સસરા અને નણંદ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં કૈલાશનગર રામાપીરના મંદિર પાસે રહેતી કરિશ્માબેન તૌફિકભાઈ પરમારે પોતાના સસરા અને નણંદ સામે ગંભીર પ્રકારની કાનૂની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કરિશ્માબેનના લગ્ન દોઢ વર્ષ પૂર્વે તૌફિક પરમાર સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર પણ છે. લગ્નના થોડા સમય બાદથી જ સસરા કાદરભાઈ ગનીભાઈ પરમાર અને નણંદ ફરજાના દ્વારા અવારનવાર નાના-મોટા કારણોસર દંપતી સાથે ઝઘડા કરવામાં આવતા હતા અને તેમને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

આ પારિવારિક કંકાસના કારણે દંપતીએ અગાઉ જસદણ ખાતે ભાડાના મકાનમાં રહેવું પડ્યું હતું, પરંતુ ત્યાં પણ નણંદ દ્વારા સતત દખલગીરી અને ચડામણી કરવામાં આવતી હતી. બાદમાં પતિના આગ્રહને લીધે તેઓ ફરી આટકોટ રહેવા આવ્યા હતા. થોડા દિવસો પૂર્વે પડોશી સાથે થયેલી સામાન્ય બાબતની તકરારને લઈને સસરા અને નણંદે ઉશ્કેરાઈને પરિણીતા અને તેના પતિને ઢીકાપાટુંનો માર માર્યો હતો. આ ત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે પરિણીતાએ જરૂરી કામ માટે સસરા પાસે રાશનકાર્ડ માંગ્યું, પરંતુ સસરાએ કાર્ડ આપવાની ના પાડી અપશબ્દો કહ્યા હતા.

ઝઘડા દરમિયાન આવેશમાં આવીને નણંદે રાશનકાર્ડ સળગાવી નાખ્યું હતું અને પરિણીતાને ડરાવવા માટે 'જે રીતે રાશનકાર્ડ સળગાવ્યું તેવી જ રીતે તને પણ સળગાવી મારી નાખવી છે' તેવી ગંભીર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાથી ભયભીત બનેલી પરિણીતાએ આખરે આટકોટ પોલીસ સ્ટેશનનો આશરો લઈને સસરા અને નણંદ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે કાયદેસરની ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES