JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

અમરેલીમાં કડકડતી ઠંડી વચ્ચે શેત્રુંજી નદીના પુલ પર આઠ સિંહોની શિસ્તબદ્ધ 'મેરેથોન દોડ' કેમેરામાં કેદ

અમરેલીમાં કડકડતી ઠંડી વચ્ચે શેત્રુંજી નદીના પુલ પર આઠ સિંહોની શિસ્તબદ્ધ 'મેરેથોન દોડ' કેમેરામાં કેદ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં કડકડતી ઠંડીના માહોલ વચ્ચે શેત્રુંજી નદીના બેઠા પુલ પર એકસાથે આઠ સિંહો લાઇનબદ્ધ રીતે દોડતા નજરે પડ્યા હતા. વનરાજોની આ અદભુત અને રોમાંચક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન્યજીવપ્રેમીઓમાં ભારે આકર્ષણ ફેલાયું છે.

અમરેલી જિલ્લામાં હાલ શીતલહેર અને કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે ગીરના એશિયાટિક સિંહોની વસ્તી ધરાવતા આ પ્રદેશમાંથી એક અત્યંત અદભુત અને રોમાંચક દૃશ્ય સામે આવ્યું છે. લીલીયા તાલુકાના આંબા ગામ નજીક આવેલા આંબા-જીરા માર્ગ પર શેત્રુંજી નદીના બેઠા પુલ પરથી પસાર થતી વેળાએ કુદરતી નજારો જોવા મળ્યો હતો. અહીં એકસાથે આઠ સિંહોનું જૂથ અચાનક બહાર આવ્યું હતું અને પુલ પરથી વહેતા પાણી વચ્ચેથી પસાર થતાં આ વનરાજોએ કોઈ આયોજનબદ્ધ મેરેથોન દોડમાં ભાગ લીધો હોય તેમ એક પછી એક લાઇનમાં દોડવાનું શરૂ કર્યું હતું.

આ સિંહોની સામૂહિક અને લયબદ્ધ દોડ જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સામાન્ય રીતે જંગલના રાજા ગણાતા સિંહો આ પ્રકારે શિસ્તબદ્ધ રીતે એકસાથે દોડતા હોય તેવા દૃશ્યો અત્યંત દુર્લભ ગણાય છે. આ અનોખા નજારાને ત્યાં હાજર કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં સુરક્ષિત રીતે કેદ કરી લીધો હતો. પ્રકૃતિ અને વન્યજીવનના આ અદ્ભુત સંકલનને દર્શાવતો આ વીડિયો થોડીવારમાં જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ દેશભરના વન્યજીવપ્રેમીઓ અને પ્રકૃતિરસિકોમાં ભારે કુતૂહલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની મુક્ત અવરજવર હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ આ પ્રકારે આઠ સિંહોનું લાઇનબદ્ધ દોડતું દૃશ્ય સિંહોની પરસ્પરની સમજ અને શિસ્તની સાક્ષી પૂરે છે. કડકડતી ઠંડીની મોસમમાં વનરાજોની આ મેરેથોન દોડે ફરી એકવાર અમરેલી જિલ્લાની 'સિંહનગરી' તરીકેની વૈશ્વિક ઓળખને વધુ ઉજાગર કરી છે અને આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES