JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વેરાવળ રેલવે સ્ટેશનથી માનસિક અસ્થિર મહિલાનું અપહરણ: જુનાગઢ રેલવે પોલીસ દ્વારા શોધખોળ શરૂ

વેરાવળ રેલવે સ્ટેશનથી માનસિક અસ્થિર મહિલાનું અપહરણ: જુનાગઢ રેલવે પોલીસ દ્વારા શોધખોળ શરૂ
વેરાવળ રેલવે સ્ટેશન પરથી પ્રલોભન આપીને એક માનસિક અસ્થિર મહિલાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી મહિલાની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની વિગતવાર માહિતી આપતા રેલવેના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એચ.એચ. બારડે જણાવ્યું હતું કે, ગત ૦૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ ૪૦ વર્ષીય સમીમાબેન ઇબ્રાહિમભાઇ કયડા તેમની માતા સાથે ગોંડલથી જૂનાગઢ આવવા માટે ટ્રેનમાં બેઠા હતા. સાંજના સમયે જ્યારે ટ્રેન જૂનાગઢ રેલવે સ્ટેશને પહોંચી ત્યારે તેમના માતા ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા, પરંતુ પેસેન્જરોની ભારે ભીડને કારણે સમીમાબેન ટ્રેનમાંથી ઉતરી શક્યા ન હતા અને ટ્રેન ઉપડી જવાથી તેઓ વેરાવળ પહોંચી ગયા હતા.

ત્યારબાદ તા. ૦૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં વેરાવળ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પરથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાંથી કોઈ અજાણ્યા ઇસમે સમીમાબેનને લાલચ અને પ્રલોભન આપીને ફોસલાવીને અપહરણ કરી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મહિલા અને અપહરણકર્તાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે અપહરણ થયેલ મહિલાની ઓળખ આપતા જણાવ્યું છે કે સમીમાબેને આછા દૂધિયા રંગનો અને સફેદ ફૂલ ડિઝાઇનવાળો ડ્રેસ પહેરેલ છે, તેમનું શરીર મધ્યમ બાંધાનું, શ્યામ વર્ણ, લંબગોળ ચહેરો, કાળી આંખો અને ઊંચાઈ આશરે ૪ ફૂટ છે. તેઓ ગુજરાતી અને ગામેતી સિંધી ભાષા બોલે તથા સમજે છે અને માનસિક રીતે અસ્થિર છે. આ મહિલા કે અજાણ્યા શખ્સ વિશે કોઈપણ નાગરિકને માહિતી મળે તો તેમણે ત્વરિત જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૫-૨૬૩૧૦૫૨ અથવા મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૯૬૩૮ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES