JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ ગેસ લાઇન વિવાદે પકડ્યું ઉગ્ર સ્વરૂપ, ખેડૂતોનું આંદોલન આક્રમક બન્યું

ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ ગેસ લાઇન વિવાદે પકડ્યું ઉગ્ર સ્વરૂપ, ખેડૂતોનું આંદોલન આક્રમક બન્યું
ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન વિવાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી ઘર્ષણની ઘટના બાદ મામલો ગરમાયો છે. કોર્ટમાં રિમાન્ડ પૂર્ણ થતાં ખેડૂતોએ ખોટી કલમો હટાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ધોળકા તાલુકાના સરગવાળા ગામે જીએસપીએલ (GSPL) દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનો રોષ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ પોતાના ખેતરોમાં ધરણાં યોજીને આ કામગીરીનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ એટલી વણસી હતી કે ખેડૂતોએ રોષે ભરાઈને પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડાઓને પાવડાની મદદથી જાતે જ પૂરી દીધા હતા. આ પ્રકારે કામગીરી અટકાવવાને કારણે તંત્ર અને ખેડૂતો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થળ પર હાજર પોલીસ સ્ટાફ, જીએસપીએલના અધિકારીઓ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી અને ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. આક્રોશિત ભીડ દ્વારા પોલીસની ગાડીઓ તેમજ અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બ્રિજરાજ સોલંકી સહિત સાત જેટલા લોકોની ધરપકડ કરી હતી. અગાઉ બાવળા કોર્ટે આ તમામ આરોપીઓના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેની મુદત પૂરી થતાં તેમને ધોળકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

રિમાન્ડ પૂર્ણ થઈને આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે કોર્ટ પરિસરમાં ખેડૂતો અને મહિલાઓનું વિશાળ મેદની એકત્રિત થઈ ગઈ હતી. ઉપસ્થિત ખેડૂતોએ બ્રિજરાજ સોલંકી અને અન્ય ખેડૂતો સામે નોંધવામાં આવેલા કેસોમાંથી અયોગ્ય અને ખોટી કલમો તુરંત દૂર કરવાની તેમજ તમામ અટકાયતીઓને જેલમુક્ત કરવાની પ્રબળ માંગ કરી હતી. તંત્ર દ્વારા જો આ મામલે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી ૨૯ નવેમ્બરના રોજ વટામણ ખાતે એક ભવ્ય ખેડૂત સંમેલન યોજવાની અને જરૂર પડ્યે રસ્તાઓ બ્લોક કરીને ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES