JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ભરૂચમાં યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, નાગરિકોના પ્રશ્નોનું કરાયું સ્થળ પર જ નિરાકરણ

ભરૂચમાં યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, નાગરિકોના પ્રશ્નોનું કરાયું સ્થળ પર જ નિરાકરણ
રાજ્ય સરકારના મહત્વકાંક્ષી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેર અને તાલુકા કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેક્ટર સમક્ષ નાગરિકો દ્વારા રજૂ કરાયેલી વિવિધ સમસ્યાઓનું સંવેદનશીલતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

રાજ્યના નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના 'સ્વાગત' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાંથી આવેલા અરજદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયુષ્યમાન આરોગ્ય મંદિર કંથારિયા ખાતે પ્રવર્તતી અનિયમિતતાઓ ઉપરાંત જમીન, મકાન, પીવાનું પાણી, ગેરકાયદેસર દબાણો અને પ્રદૂષણ જેવા અતિમહત્વના પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને કુલ ૧૫ જેટલી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અરજદારોની રજૂઆતોને અત્યંત ગંભીરતા અને સંવેદનશીલતાથી સાંભળી હતી. તેમણે માત્ર અરજીઓ સ્વીકારવાને બદલે સ્થળ પર જ ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી સમગ્ર મામલાની વિગતો મેળવી હતી. નાગરિકોને સમયસર ન્યાય મળે અને તેમની વર્ષો જૂની કે નવી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે તે માટે તેમણે અધિકારીઓને કડક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું, જેથી પ્રશાસનિક સ્તરે ઝડપી કામગીરી થઈ શકે.

આ સમાંતરે ભરૂચની સીટી મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને શહેરી વિસ્તારના સ્વાગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારના નાગરિકો દ્વારા રજૂ કરાયેલા કુલ ૮ જેટલા પ્રશ્નોને ધ્યાન પર લઈને સત્તાધીશોએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. આ બેઠકમાં ભરૂચ તાલુકા મામલતદાર માધવીબેન મિસ્ત્રી અને સીટી મામલતદાર નિકુંજ સાવલા સહિત વિવિધ સરકારી વિભાગોના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહીને નાગરિકોને પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES