JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

રિલીઝ પહેલા જ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈથા'એ રચ્યો ઇતિહાસ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ

રિલીઝ પહેલા જ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈથા'એ રચ્યો ઇતિહાસ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
અભિનેત્રી શ્રદ્ધા કપૂર આગામી ફિલ્મ ઈથા' રિલીઝ થાય તે પૂર્વે જ અનોખા રેકોર્ડને કારણે ચર્ચામાં આવી છે. ફિલ્મનું લોકપ્રિય લાવણી ગીત 'જી જી રે જી' એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ ઈથા' (Eetha) ને લઈને સિનેમા જગતમાં ભારે ઉત્સુકતા જગાવી રહી છે. આગામી 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં શ્રદ્ધા મહારાષ્ટ્રના મહાન લાવણી અને તમાશા કલાકાર 'વિઠાબાઈ નારાયણગાંવકર' ની પ્રેરણાદાયી ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકર છે. રિલીઝને હજુ એક અઠવાડિયાથી વધુ સમય બાકી છે ત્યારે ફિલ્મે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ફિલ્મનું પહેલું ગીત 'જી જી રે જી' હવે 'એશિયા બુક ઓફ રેકોર્ડ્સ' અને 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સત્તાવાર રીતે નોંધાઈ ચૂક્યું છે, જે સમગ્ર ટીમ માટે ગર્વની ક્ષણ છે.

આ ભવ્ય રેકોર્ડ નોંધાવવા માટે પુણેની ઝીલ યુનિવર્સિટી ખાતે એક વિશેષ પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રદ્ધા કપૂર અને નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. પરંપરાગત એમેરાલ્ડ ગ્રીન નૌવારી સાડી, ટ્રેડિશનલ જ્વેલરી અને કોલ્હાપુરી ચંપલના અદભુત લુકમાં સજેલી શ્રદ્ધાએ સ્ટેજ પર ગીતના હૂક સ્ટેપ્સ કરીને વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. તેમની સાથે પરંપરાગત વેશભૂષામાં સજેલી સેંકડો મહિલાઓએ એક મિનિટ સુધી એકસાથે લાવણી પર્ફોર્મન્સ આપીને અનોખો કીર્તિમાન સ્થાપ્યો હતો. એશિયા બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી હતી અને મેડોક ફિલ્મ્સ તથા કઠપૂતલી ક્રિએશન્સ મહારાષ્ટ્રની ટીમને સન્માનિત કરવામાં આવી હતી.

અધિકારીઓએ શ્રદ્ધા કપૂર અને લક્ષ્મણ ઉતેકરને સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા. આ ફિલ્મ માટે શ્રદ્ધાએ ભારે મહેનત કરી છે, જેમાં ગીતના રિહર્સલ વખતે પગમાં ચાર-ચાર કિલોના ઘૂંઘરૂ પહેરવાને કારણે તેમને ઈજા પણ થઈ હતી અને સ્નાયુમાં ખેંચાણના કારણે એક મહિનો આરામ કરવો પડ્યો હતો. વૈભવી મર્ચન્ટ દ્વારા કોરિયોગ્રાફ કરાયેલ આ ગીતને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત રણદીપ હુડ્ડા, સિદ્ધાર્થ જાધવ અને ઝીશાન અય્યૂબ જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જેના કારણે સિનેમારસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES