JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

IPL 2027 ની હરાજી માટે 1,220 ખેલાડીઓની નોંધણી, 66 જગ્યાઓ માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જામશે જંગ

IPL 2027 ની હરાજી માટે 1,220 ખેલાડીઓની નોંધણી, 66 જગ્યાઓ માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જામશે જંગ
આગામી IPL 2027 ની ખેલાડીઓની હરાજી માટે કુલ 1,220 ક્રિકેટરોએ નોંધણી કરાવી છે, જેમાં 939 ભારતીય અને 281 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ પાસે હવે ખાલી પડેલા 66 સ્લોટ ભરવા માટે ભારે રસાકસી જોવા મળશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી IPL 2027 ની હરાજી માટે ખેલાડીઓની સત્તાવાર નોંધણી યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે અત્યાર સુધીમાં કુલ 1,220 ક્રિકેટરોએ ઓક્શન માટે પોતાના નામ નોંધાવ્યા છે. આ યાદીમાં 939 ભારતીય ખેલાડીઓ ઉપરાંત દુનિયાભરના 17 અલગ-અલગ દેશોના 281 વિદેશી ક્રિકેટરો પણ સામેલ છે. BCCI દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ તમામ ખેલાડીઓને તેમની યોગ્યતા અને અનુભવના આધારે જુદી-જુદી છ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે, જેથી હરાજીની પ્રક્રિયા વધુ પારદર્શક અને વ્યવસ્થિત બની રહે.

હરાજીના સમીકરણો પર નજર કરીએ તો, તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ ઓક્શન પહેલા જ કુલ 184 ખેલાડીઓને પોતાની ટીમમાં રિટેન કરી લીધા છે. હવે આ તમામ ફ્રેન્ચાઇઝીઓ પાસે મળીને માત્ર 66 ખેલાડીઓની જગ્યા જ ખાલી છે, જેમાં 25 વિદેશી ખેલાડીઓ માટેના સ્લોટનો પણ સમાવેશ થાય છે. નોંધણી કરાવનારા કુલ ખેલાડીઓમાં 184 કેપ્ડ (આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા) અને 994 અનકેપ્ડ ખેલાડીઓ છે, જ્યારે 42 ખેલાડીઓ એસોસિયેટ રાષ્ટ્રોના છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો 925 ભારતીયોમાંથી 127 ખેલાડીઓ એવા છે જે અગાઉ પણ IPLની વિવિધ સિઝનમાં રમી ચૂકા છે અને શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે.

વિદેશી ખેલાડીઓની ઉપસ્થિતિની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સૌથી વધુ રસ દાખવ્યો છે અને 53 ખેલાડીઓ સાથે તેઓ મોખરે છે. ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકાના 40, વેસ્ટ ઈન્ડિઝના 36 અને ન્યુઝીલેન્ડના 25 ખેલાડીઓએ હરાજી માટે નામ નોંધાવ્યા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, અમેરિકા અને બાંગ્લાદેશ સહિતના અન્ય દેશોના ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં જ BCCI દ્વારા તમામ દેશોના ખેલાડીઓની વિગતવાર યાદી અને અંતિમ હરાજીની તારીખ જાહેર કરવામાં આવશે, જે ક્રિકેટ જગતમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES