JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

સાઈ પલ્લવીએ કર્યો ખુલાસો, ‘રામાયણ’ની સીતા હાથમાં કેમ પહેરે છે રૂદ્રાક્ષની માળા?

સાઈ પલ્લવીએ કર્યો ખુલાસો, ‘રામાયણ’ની સીતા હાથમાં કેમ પહેરે છે રૂદ્રાક્ષની માળા?
સાઉથની સુપરસ્ટાર અને અભિનેત્રી સાઈ પલ્લવીએ પોતાના હાથમાં હંમેશા રૂદ્રાક્ષની માળા પહેરવા પાછળનું રહસ્ય ખોલ્યું છે. મેડિકલના અભ્યાસ અને દાદા સાથે જોડાયેલી આ ખાસ યાદગીરી હવે તેની દિનચર્યાનો એક અવિભાજ્ય હિસ્સો બની ગઈ છે.

દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી અને આગામી ફિલ્મ ‘રામાયણ’માં સીતા માતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવી પોતાની ઉત્તમ અદાકારીની સાથે-સાથે અદ્ભુત સાદગી માટે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તેના લાખો ચાહકોએ લાંબા સમયથી નોંધ્યું છે કે સાઈના કાંડા પર હંમેશા રૂદ્રાક્ષની એક માળા જોવા મળે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા જણાવ્યું હતું કે આ રૂદ્રાક્ષની માળા સાથે તેની કેટલીક ભાવનાત્મક યાદો જોડાયેલી છે, જે તેના જીવનને ખૂબ જ નજીકથી સ્પર્શે છે.

આ માળાના આગમન વિશે વાત કરતાં સાઈએ ખુલાસો કર્યો હતો કે આ માળા સૌપ્રથમ તેના ભાઈ પાસે હતી, જે તેને તામિલનાડુના પ્રસિદ્ધ શ્રીરંગમના શ્રીરંગનાથસ્વામી મંદિરથી લવ્યો હતો. બાદમાં તેના દાદાએ ભાઈ પાસેથી આ માળા લઈને સાઈ પલ્લવીને આપી હતી. મેડિકલના અભ્યાસના કપરા દિવસો દરમિયાન આ માળા તેના માટે એક મોટો માનસિક સહારો બની રહી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે પરીક્ષાની આગલી રાત્રે તે આ માળા હાથમાં રાખીને પ્રાર્થના કરતી હતી અને તેને દ્રઢ વિશ્વાસ હતો કે આનાથી જ તે પરીક્ષાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી શકી હતી.

શરૂઆતમાં માત્ર પરીક્ષાના સમય પૂરતી સીમિત રહેલી આ આદત સમય જતાં સાઈ પલ્લવીના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ. આજે સ્થિતિ એવી છે કે તે ગમે તેટલા વ્યસ્ત શૂટિંગમાં હોય કે નવા પ્રોજેક્ટમાં કામ કરતી હોય, આ રૂદ્રાક્ષની માળા હંમેશા તેના હાથમાં જ રહે છે. દાદાનો પ્રેમ, ભાઈની ભેટ અને મેડિકલ અભ્યાસની સફળતાની યાદ અપાવતી આ માળા હવે તેની રોજિંદી જીવનશૈલી અને આધ્યાત્મિક આસ્થાનું પ્રતીક બની ચૂકી છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES