JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

મહાવીર જૈન ફિલ્મ્સની આગામી ફિલ્મ 'કબીરા'માં સંત કબીરની ભૂમિકા ભજવી શકે છે આયુષ્માન ખુરાના

મહાવીર જૈન ફિલ્મ્સની આગામી ફિલ્મ 'કબીરા'માં સંત કબીરની ભૂમિકા ભજવી શકે છે આયુષ્માન ખુરાના
બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના પંદરમી સદીના મહાન સંત અને કવિ કબીરદાસના જીવન પર બનનારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજરે પડી શકે છે. મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ વર્ષ ૨૦૨૭ની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે.

બોલિવૂડમાં હંમેશાં કંઈક હટકે અને પ્રેરણાદાયી વિષયો પર ફિલ્મો બનાવનારા નિર્માતાઓએ હવે પંદરમી સદીના મહાન કવિ, સંત અને સમાજસુધારક સંત કબીરના જીવન ચરિત્રને મોટા પડદા પર લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. 'મહાવીર જૈન ફિલ્મ્સ' દ્વારા ગત ૧૯ નવેમ્બરે સંત કબીરદાસના જીવન અને દર્શન પર આધારિત એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે, જેને ‘કબીરા’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની જાહેરાત થતાની સાથે જ સિનેમા જગતમાં અને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે ભારતીય અધ્યાત્મ અને સાહિત્યના આ મહાન હસ્તાક્ષરની ગાથા પહેલીવાર મોટા પાયે ફિલ્માવવામાં આવશે.

જોકે પ્રોડક્શન હાઉસે હજુ સુધી અધિકૃતપણે મુખ્ય અભિનેતાના નામની જાહેરાત નથી કરી, પરંતુ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે આ પ્રતિષ્ઠિત ભૂમિકા માટે લોકપ્રિય અભિનેતા આયુષ્માન ખુરાનાનું નામ સૌથી મોખરે છે. અગાઉ આયુષ્માન અને મહાવીર જૈન ફિલ્મ્સે સાથે મળીને ‘યે પ્રેમ મોલ લિયા’ ફિલ્મનું સહ-નિર્માણ કર્યું હતું, જે દરમિયાન બંને પક્ષો વચ્ચેનો કામ કરવાનો અનુભવ અત્યંત સારો રહ્યો હતો. ફિલ્મમેકરોનું સ્પષ્ટપણે માનવું છે કે આયુષ્માન ખુરાનાનો અવાજ, તેમની અદાકારી અને તેમનો ઓરા સંત કબીરના પાત્રની ગરિમા અને પ્રભાવને ન્યાય આપવા માટે બિલકુલ યોગ્ય છે.

હાલમાં આ ફિલ્મને લઈને પ્રાથમિક તબક્કાનું આયોજન ચાલી રહ્યું છે અને મળતી માહિતી મુજબ ‘કબીરા’ ફિલ્મનું સત્તાવાર શૂટિંગ વર્ષ ૨૦૨૭ના પ્રારંભમાં શરુ થઈ શકે છે. જો કે, આયુષ્માનના વ્યસ્ત શેડ્યૂલ કે અન્ય કોઈ અપિવાર્ય કારણોસર જો આ વાત ફાઇનલ ન થઈ તો નિર્માતાઓ આ પાત્ર માટે કોઈ નવા ચહેરા કે યુવા પ્રતિભાને તક આપવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખી રહ્યા છે. આમ છતાં, આયુષ્માન ખુરાના આ આધ્યાત્મિક અને ઐતિહાસિક ભૂમિકામાં દેખાય તેવી સંભાવનાઓ સૌથી વધુ પ્રબળ છે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES